Bhadkeshwar Mahadev Temple History: દ્વારકાનું પ્રસિદ્ધ ભડકેશ્વર મહાદેવ મંદિર કેમ છે ખાસ? જાણો મંદિરનો ઇતિહાસ, આરતી, દર્શન સમય, અને ફરવા લાયક સ્થળો

દેવભૂમિ દ્વારકામાં અરબી સમુદ્ર વચ્ચે ખડક પર આવેલું ભડકેશ્વર મહાદેવ મંદિર તેના પૌરાણિક ઇતિહાસ, સ્વયંભૂ શિવલિંગ અને ભરતી દરમિયાન જળમગ્ન થવાની અનોખી વિશેષતા માટે પ્રસિદ્ધ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 04 Aug 2026 06:00 AM (IST)Updated: Tue, 04 Aug 2026 06:00 AM (IST)
bhadkeshwar-mahadev-temple-dwarka-history-aarti-timings-darshanhow-to-reach-and-nearby-attractions

Bhadkeshwar Mahadev Temple Dwarka History: પવિત્ર હિન્દુ ધર્મમાં ભગવાન શિવનો મહિમા ખૂબ જ અનેરો છે. ભગવાન શિવને આદિદેવ અને ત્રિમૂર્તિ પૈકીના સર્વોચ્ચ દેવ તરીકે પૂજવામાં આવે છે. આપણા ભારતવર્ષમાં ભગવાન શિવને સમર્પિત અનેક મંદિરો આવેલા છે. જેના દર્શન માત્રથી ભક્તોના સર્વ કષ્ટોનું નિવારણ થઈ જાય છે. આવું જ ભડકેશ્વર મહાદેવનું પ્રાચીન અને પૌરાણિક મંદિર દેવભૂમિ દ્વારકાના ઘૂઘવાતા સમુદ્ર વચ્ચે એક ખડક પર આવેલું છે. આ મંદિર ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. દરિયાના પ્રચંડ મોજા વચ્ચે સ્થિત આ મંદિર સદીઓથી ભક્તોની આસ્થાનું કેન્દ્રબિંદુ રહ્યું છે. આજે ગુજરાતી જાગરણની મંદિરોની સિરીઝમાં વાચકોને દ્વારકાના સુપ્રસિદ્ધ ભડકેશ્વર મહાદેવ મંદિર વિશે માહિતી આપીશું.

ભડકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક મહત્વ

દ્વારકાના સમુદ્રની વચ્ચે એક ખડક પર ટકેલા આ શિવ મંદિરની વિશેષતા એ છે કે, ખારા સમુદ્ર વચ્ચે હોવા છતાં શિવલિંગનું તેજ અકબંધ છે. વર્ષો જૂના શિવલિંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થચો નથી, તેમજ દરિયાની ખારાશથી શિવલિંગ પર કોઈ અસર પહોંચી નથી, ભડકેશ્વર મહાદેવના દર્શનાર્થે કરવા આવતાં ભક્તોની ધાર્મિક માન્યતા છે કે, મહાદેવના દર્શન માત્રથી ભક્તોના તમામ દુ:ખ-પીડાનો નાશ થઈ જાય છે. તેમજ પ્રભુના દર્શન માત્રથી શાંતિનો અનુભવ થાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં હજારો ભક્તો ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે. દરિયામાં જ્યારે ભરતી આવે ત્યારે આ મંદિર ડૂબાઈ જાય છે.

naidunia_image

ભડકેશ્વર મહાદેવનો પૌરાણિક ઇતિહાસ (History of Bhadkeshwar Mahadev Temple)

ભડકેશ્વર મહાદેવના ઇતિહાસની વાત કરીએ તો, આ મંદિર પહેલા જામનગર જિલ્લામાં આવતું હતું. હવે તે દ્વારકામાં છે. આ મંદિર સંપૂર્ણપણે સમુદ્રમાં એક ખડક પર બનેલ છે. એક માન્યતા પ્રમાણે, આ મંદિરમાં ભગવાન શિવનું શિવલિંગ સ્વયંભૂ પ્રકટ થયુ છે. તેમજ લગભગ 4500 થી 500 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. મંદિર પર વાવાઝોડા કે તોફાનોની પણ અસર નથી થતી. જૂન અને જુલાઈ માસમાં અરબી સમુદ્ર સ્વયં એક વાર શિવલિંગનો અભિષેક કરે છે. ત્યારબાદ થોડા સમય કે કેટલાક દિવસો માટે મંદિર જળમગ્ન થઈ જાય છે.

એક એવો પણ ઇતિહાસ છે કે, ઓખામંડળના મૂળુ માણેક અને જોધા માણેકે તત્કાલીન અંગ્રેજ સરકાર સામે બળવો પોકાર્યો હતો, ત્યારબાદ આ મંદિરમાં લાંબો સમય આશરો લીધો હતો શિવલિંગનું અભિષેક કરતાં સમુદ્રજળને હથેળીમાં લઈને તેમને પ્રતિજ્ઞા લીધેલી હતી કે, જીવ જાય તો પણ અંગ્રેજો સામે નમતું નહીં જોખીએ.આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સોરઠી બહારવટિયામાં છે.

naidunia_image

ભડકેશ્વર મહાદેવનો દર્શન અને આરતીનો સમય સમય (Bhadkeshwar Mahadev Temple Darshan And Aarti Timings)

  • દર્શનનો સમય: સવારે 5:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી
  • સવારની આરતી: સવારે 6:30 વાગ્યા સુધી
  • બપોરની આરતી: બપોરે 12:00 વાગ્યા સુધી
  • સાંજે આરતી: સાંજે 6:30વાગ્યા સુધી

naidunia_image

શ્રી ભડકેશ્વર મહાદેવ કેવી રીતે પહોંચવું? (How To Reach Bhadkeshwar Mahadev Temple)

માર્ગ દ્વારા (By Road)

રોડ માર્ગ દ્વારા સીધા દ્વારકા શહેરે પહોંચી શકાય છે. ત્યાંથી 1 કિલોમીટર દૂર માર્ગ દ્વારા શ્રી ભડકેશ્વર મહાદેવના દર્શન માટે જઈ શકાય છે. રોડ માર્ગે અમદાવાદ, રાજકોટ, જામનગરથી માર્ગ દ્વારા પ્રાઈવેટ વાહનો કે બસના માધ્યમથી પહોંચી શકાય છે. અહીં સુધી પહોંચવા ST બસોની સેવા પણ ઉપલબ્ધ છે.

ટ્રેન દ્વારા (By Train)

નજીકના રેલ્વે સ્ટેશનો દ્વારકા, પોરબંદર છે, પોરબંદર લગભગ 100 કિમી દૂર છે. જ્યારે સૌથી નજીકનું રેલવે સ્ટેશન દ્વારકા છે. અહીંથી 2 કિમી દૂર માર્ગ દ્વારા ભડકેશ્વર મહાદેવ પહોંચી શકાય છે.

  • પોરબંદર રેલ્વે સ્ટેશન-100 કિમી
  • દ્વારકા રેલ્વે સ્ટેશન-2 કિમી

વિમાન દ્વારા (By Flight)

સૌથી નજીકનું વિમાન મથક જામનગર એરપોર્ટ છે, જે અહીંથી આશરે 130 કિલોમીટર દૂર છે. એરપોર્ટથી રોડ માર્ગે ટેક્સી કે બસ દ્વારા દ્વારકા જઈ શકાય છે.

naidunia_image

ભડકેશ્વર મહાદેવ મંદિરની આસપાસ ફરવાલાયક અને દર્શનીય સ્થળો

  • દ્વારકા લાઈટહાઉસ
  • ગોમતી ઘાટ
  • સુદામા સેતુ
  • રૂક્મિણી દેવી મંદિર
  • દ્વારકાધીશ મંદિર
  • શિવરાજપુર બીચ