Nishkalank Mahadev Temple Bhavnagar: જાણો ઇતિહાસ, આરતી-દર્શન સમય, કેવી રીતે પહોંચવું અને ફરવાલાયક સ્થળો

ભાવનગરના કોલિયાક ખાતે આવેલા સમુદ્રમાં લગભગ 1 કિમી દૂર આવેલુ આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. શિ મંદિરમાં ચોરસ પ્લેટફોર્મ પર 5 અલગ સ્વયંભૂ શિવલિંગ આવેલા છે, તેમજ દરેક શિવલિંગ સામે નંદીજીની પ્રતિમા સ્થાપિત છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 06 Aug 2026 06:00 AM (IST)Updated: Thu, 06 Aug 2026 06:00 AM (IST)
nishkalank-mahadev-temple-bhavnagar-history-aarti-darshan-timings-how-to-reach-and-nearby-attractions

Nishkalank Mahadev Temple Bhavnagar History: સનાતન સંસ્કૃતિમાં ભગવાન શિવને દેવાધિદેવ તરીકે પૂજવામાં આવે છે. હિન્દુઓમાં ભગવાન શિવની ઉપાસનાનું ખૂબ જ મહત્વ રહેલું છે. શ્રાવણ માસ દરમિયાન દેશના મોટા ભાગના શિવ મંદિરોમાં ભક્તો ભગવાન શિવની પૂજા કરવા માટે ઉમટી પડતાં હોય છે. ભગવાન ભોળાનાથને સમર્પિત દેશમાં ઘણા શિવાલયો આવેલા છે. પરંતુ ઘણા શિવાલયો ખૂબ જ પ્રાચીન તો કેટલાક રહસ્યમય પણ હોય છે. આવું જ એક રહસ્યમય અને દુર્લભ શિવ મંદિર ગુજરાતના ભાવનગરના દરિયામાં લગભગ 1 કિમી દૂર આવેલું છે. આ છે નિષ્કલંક મહાદેવ મંદિર, આ મંદિર ભાવનગર નજીક કોલિયાક ખાતે સ્થિત છે. આજે ગુજરાતી જાગરણ મંદિરોની સિરીઝમાં વાચકોને ભાવનગર સ્થિત નિષ્કલંક મહાદેવ વિશે માહિતી આપશે.

નિષ્કલંક મહાદેવ મંદિરનું ધાર્મિક મહત્વ

ભાવનગરના કોલિયાક ખાતે આવેલા સમુદ્રમાં લગભગ 1 કિમી દૂર આવેલુ આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. શિ મંદિરમાં ચોરસ પ્લેટફોર્મ પર 5 અલગ સ્વયંભૂ શિવલિંગ આવેલા છે, તેમજ દરેક શિવલિંગ સામે નંદીજીની પ્રતિમા સ્થાપિત છે. આ રહસ્યમય મંદિરની ખાસિયત એ છે કે, સમુદ્રમાં જ્યારે ભરતી આવે ત્યારે તે ડૂબી જાય છે. ત્યારબાદ નીચી ભરતી દરમિયન ભવ્યતાથી પ્રકટ થાય છે. જે તેના ભક્તોને સઘળા પાપો ધોવાનું પ્રતિક સમાન છે.

સમુદ્રમાં ભરતી દરમિયાન ભગવાનની મૂર્તિ ડૂબી જાય છે અને ફક્ત ધ્વજ અને એક સ્તંભ દેખાય છે. આ મંદિર ઉચ્ચ ભરતીનો સામનો કરવા માટે ખાસ કાળજી સાથે બનાવવામાં આવ્યું હતું. તે ખરેખર આધુનિક ઇજનેરો અને ટેક્નોલોજીના નિષ્ણાંતો માટે પણ એક વણઉકેલાયેલ રહસ્ય સમાન છે. ભક્તો ખુલ્લા પગે ચાલીને મંદિરની મુલાકાત સે છે. મંદિરમાં પહોચ્યા પછી પાંડવ નામના તળાવમાં હાથ-પગ ધોવે છે, ત્ચારબાદ મંદિરની મુલાકાત લે છે.

naidunia_image

નિષ્કલંક મહાદેવ મંદિર નો ઇતિહાસ (History of Nishkalank Mahadev Temple)

સમુદ્રથી લગભગ 1 કિમી દૂર સ્થિત નિષ્કલંક મહાદેવનો ધાર્મિક ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. કહેવાય છે કે, કુરુક્ષેત્ર યુદ્ધ પછી પાંડવો દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રાચીન દંતકથા મુજબ, તમામ કૌરવોનો સંહાર કર્યા પછી પાંડવો તેમના પાપો માટે દોષિત લાગવા લાગ્યા પાપ મુક્તિ માટેનો ઉપાય શોધવા માટે, પાંડવોએ કૃષ્ણની સલાહ લીધી હતી.

કૃષ્ણે પાંડવોને એક કાળો ધ્વજ અને એક કાળી ગાય આપીને તેમને પાછળ ચાલવા જણાવ્યું હતું. કૃષ્ણે પાંડવોને કહેલું કે, જ્યારે આ ધ્વજ અને ગાય બંને સફેદ થઈ જશે. ત્યારે તમારા તમામ પાપોને માફ કરવામાં આવશે. ભગવાન કૃષ્ણએ પાંડવોને ભગવાન શિવની માફી માંગવા પણ કહ્યું. તેઓ ગાય જ્યાં પણ લઈ ગયા ત્યાં ગયા અને ઘણા વર્ષો સુધી વિવિધ સ્થળોએ ધ્વજ સ્વીકાર્યો, છતાં તેનો રંગ બદલાયો નહીં.

અંતે, જ્યારે પાંડવો કોલિયાક ખાતે પહોંચ્યા, ત્યારે કાળી ગાય અને ધ્વજ બંને સફેદ થઈ ગયા અને ટૂંક સમયમાં પાંડવોએ ભગવાન શિવનું ધ્યાન કર્યું અને તેમના દ્વારા કરવામાં આવેલા પાપો માટે માફી માંગી હતી. ભગવાન શિવ પાંડવોની પ્રાર્થનાથી પ્રભાવિત થયા, આથી પ્રભુ ભોળાનાથ તમામ ભાઈઓને લિંગમ સ્વરુપે દર્શન આપ્યા. તેથી પાંડવોએ શિંવલિંગને નિષ્કલંક મહાદેવ નામ આપ્યું, જેનો અર્થ થાય છે કે, નિર્દોષ, નિષ્કલંક અને સ્વચ્છ.

ભારતીય કેલેન્ડર પ્રમાણે, 'ભાદરવી' તરીકે ઓળખાતો પ્રખ્યાત મેળો શ્રાવણ મહિનામાં અમાસની રાત્રે યોજાય છે. મંદિર ઉત્સવની શરૂઆત ભાવનગરના મહારાજાઓ દ્વારા ધ્વજ ફરકાવીને કરવામાં આવે .છે જ્યાં આ ધ્વજ 364 દિવસ સુધી ફરતો રહે છે અને આગામી મંદિર ઉત્સવ દરમિયાન જ બદલાય છે.

naidunia_image

નિષ્કલંક મહાદેવ મંદિરનો દર્શન અને આરતીનો સમય (Nishkalank Mahadev Temple Darshan and Aarti Timings)

સામાન્ય રીતે સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા

ખાસ નોંધ: દર્શન માટે કોઈ નિશ્ચિત સમયપત્રક નથી. જોકે, જ્યારે ભરતી ઓછી હોય છે અને મંદિર સુધી પગપાળા પહોંચી શકાય છે.

naidunia_image

નિષ્કલંક મહાદેવ મંદિર કેવી રીતે પહોંચવું? (How to reach Nishkalank Mahadev Temple)

રોડ માર્ગ દ્વારા (By Road)

નિષ્કલંક મહાદેવ મંદિર સુધી પહોંચવા માટે અમદાવાદથી ભાગનગરનું અંતર અંદાજે 170 કિમી છે. અમદાવાદ કે અન્ય શહેરોથી S.T. બસ કે ખાનગી વાહનો દ્વારા ભાવનગર પહોંચી શકાય છે. અહીંતી કોળિયાક જવા માટે રિક્ષા કે ટેક્સી સરળતાથી મળી રહે છે.

  • અમદાવાદથી ભાવનગરનું અંતર: 170 KM
  • ગાંધીનગરથી ભાવનગરનું અંતર: 186 KM
  • રાજકોટથી ભાવનગરનું અંતર: 175 KM

રેલવે માર્ગ (By Train)

ભાવનગર રેલવે સ્ટેશન મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. સ્ટેશનથી બહાર આવીને રિક્ષા કે ટેક્સી દ્વારા સીધા કોળિયાક દરિયાકાંઠે જઈ શકાય છે.

હવાઈ માર્ગ (By Flight)

નિષ્કલંક મહાદેવ મંદિર સુધી પહોંચવા માટે ભાવનગર વિમાન મથક સૌથી નજીકનું એરપોર્ટ છે. અહીંથી દેશના કોઈ પણ ખૂણેથી ફ્લાઈટ મારફતે દર્શનાર્થી ભાવનગર સુધી પહોંચી શકે છે. અહીંથી કોળિયાક સુધી જવા માટે એસ.ટી બસ કે પ્રાઈવેટ વાહન મળી રહે છે.

naidunia_image

નિષ્કલંક મહાદેવ મંદિર આસપાસ ફરવાલાયક અને દર્શનીય સ્થળો (Places to visit Near Nishkalank Mahadev Temple)

  • કોળિયાક બીચ
  • ઘોઘા બીચ અને રો-રો ટર્મિનલ
  • હથાબ બીચ
  • તખ્તેશ્વર મંદિર
  • નીલમબાગ પેલેસ
  • બોરતળાવ (ગૌરીશંકર તળાવ)
  • વિક્ટોરિયા નેચર પાર્ક
  • રાજપરા ખોડિયાર માતાજી મંદિર
  • વેળાવદર નેશનલ પાર્ક