પરબધામનો ઇતિહાસ: જાણો દર્શનનો સમય, આરતી, કેવી રીતે પહોંચવું અને ધાર્મિક મહત્વ

પરબધામ મંદિર જૂનાગઢ જિલ્લાના ભેસાણ પાસે આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. આ મંદિર સંત દેવીદાસ બાપુ અને અમરમા ને સમર્પિત હોવાથી તેમને સત દેવીદાસ અમર દેવીદાસ તરીકે પૂજવામાં આવે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 16 Jul 2026 06:00 AM (IST)Updated: Thu, 16 Jul 2026 06:00 AM (IST)
parab-dham-temple-history-in-gujarati-aarti-and-darshan-timings-how-to-reach
પરબધામ નો ઇતિહાસ (AI Generated Iage)

Parab Dham Temple History: સૌરાષ્ટ્રની ધરા પર અનેક પાવન ધર્મસ્થાનો છે. જ્યાં ભૂખ્યા ગરીબને ભોજન અને આશરો મળી રહે છે. આવું જ એક સુપ્રસિદ્ધ ધામ પરબધામ જૂનાગઢથી આશરે 40 કિમી દૂર આવેલું છે. આ પાવન ધરા પર સંત દેવી દાસ અને અમરમાના બેસણા છે. આ સ્થળ મહાભારતકાળના સરભંગ ઋષિનું આશ્રમ સ્થાન માનવામાં આવે છે. પરબધામ મંદિર જૂનાગઢ જિલ્લાના ભેસાણ પાસે આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. આ મંદિર સંત દેવીદાસ બાપુ અને અમરમા ને સમર્પિત હોવાથી તેમને "સત દેવીદાસ અમર દેવીદાસ" તરીકે પૂજવામાં આવે છે. આજે ગુજરાતી જાગરણની મંદિરોની સિરીઝમાં અમે તમને પરબધામ મંદિર વિશે માહિતી આપીશું.

સંત દેવીદાસ અને અમરમાનો ઈતિહાસ | History Of Sant devidas anad Amarma

સૌરાષ્ટ્રની ધરતી પર લોકો દુષ્કાળ અને આફતોથી પીડાતા હતા. ત્યારે સંત દેવીદાસજએ લીમડાની ડાળે ધર્મની ધજા ફરકાવીને આ સ્થળને માનવસેવાના કેન્દ્ર તરીકે જાગૃત કર્યું હતું.રબારી સમાજમાં જન્મેલા સંત દેવીદાસ બાપુનું મૂળ નામ દેવા ભગત હતું. તેમનો જન્મ મંજીયાસર ગામમાં પિતા જીવા ભગત અને માતા સાજણબાઈના ઘરે થયો હતો.તેમના ગુરુ ગિરનારના સંત મહાત્મા જેરામભારતી હતા. તેમને આ સ્થળે રોગીઓ, અનાથોની સેવાની નેમ લીધી હતી, દેવીદાસજીએ રક્તપિતથી પીડાતા દર્દીઓની દેવા કરીને ભૂખ્યાને ભોજન અને આશ્રયહિનને માથે આશ્રય આપ્યો.

વિસાવદર પંથકના શોભાવડલા ગામના આહીર કુટુંબના અમરમા, પરબધામના રસ્તે જતાં દેવીદાસજીની સેવાથી પ્રભાવિત થઈને સંસાર છોડીને સંત દેવીદાસની સેવામા જોડાયા અને રોગીઓ અને ભૂખ્યાઓની સેવા કરી હતી.

naidunia_image

પરબ ધામ મંદિરનો ઈતિહાસ | History Of Parab Dham Temple

પરબ ધામ સૌરાષ્ટ્રની પાવન ધરા પર આવેલું પરમ ધામ છે. નવખંડ ધરતીના સુંદર તીર્થો પૈકીનું એક પરબધામ સાથે ઘણા સંતો મહંતોની પાવન સ્મૃતિઓ સાથે જોડાયેલું છે. જેમની પવિત્ર સ્મૃતિઓ પરબધામને વધુ દિવ્યતા અર્પે છે. એવી માન્યતા છે કે, ભગવાન દત્તાત્રેય, માનવ સ્વરુપ ધારણ કરીને સત દેવીદાસના નામથી વિશ્વ વિખ્યાત થયાં. દેવીદાસબાપુનો મુખ્ય ઉદ્દેશ્ય લોક સેવા હતી. લગભગ 350 વર્ષ પહેલા આ સ્થાને અલખધણીની પૂજા કરીને તેમને સત શબ્દનો ઉચ્ચાર કર્યો. પરબમાં સતધર્મની શક્તિ વ્યક્ત કરી હતી.

અમરમાતા પૂજનીય માતા હતા જેમણે દેવીદાસ બાપુના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. અમરમાતાએ પણ 'અલખધણી'ની આજીવન પૂજા કરી હતી અને લોકોની ભૂખ સંતોષવા માટે તેમણે અહીં સ્થિત ગામડાઓમાંથી ખોરાક એકઠો કર્યો હતો.દેવીદાસબાપુ અને અમરમાતાને માનવ માત્ર પ્રત્યે અપાર કરુણા હતી.

દેવીદાસ બાપુ પછી સેવાદાસબાપુ આવ્યા તેમણે પણ પોતાનું અમૂલ્ય જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કર્યુ જે બાદ તેમના શિષ્ય પૂજ્ય કરશનદાસબાપુ વર્તમાન ગાદી પતિ તરીકે વિરાજમાન છે. તેમણે એક ભવ્ય સમાધિ મંદિર, અન્ન ક્ષેત્ર અને લોકોને પરબમાં રહેવા માટેની સુવિધઓનો વિકાસ કર્યો છે. વર્તમાન ભવ્ય મંદિરનું નિર્માણ 1982થી શરૂ થઈ 1999માં પૂર્ણ થયું.

naidunia_image

પરબધામ મંદિરનો દર્શનનો સમય | Parab Dham Temple Timings

પરબધામ મંદિર આરતી સમય (Parab Dham Aarti Timings)

  • મંગળ આરતી: સવારે 5:30 – 6:00 વાગ્યા
  • શૃંગાર આરતી: સવારે 8:00 વાગ્યા આસપાસ
  • મધ્યાહ્ન આરતી: બપોરે 12:00 વાગ્યા
  • સાંજ આરતી: સાંજે 6:30 – 7:00 વાગ્યા
  • શયન આરતી: રાત્રે 8:30 – 9:00 વાગ્યા

પરબધામ મંદિર દર્શન સમય (Parab Dham Darshan Timings)

  • સવારે દર્શન: 5:00 વાગ્યા થી 12:30 વાગ્યા સુધી
  • બપોરે વિરામ: 12:30 થી 3:00 વાગ્યા (મંદિર બંધ રહે છે)
  • સાંજે દર્શન: 3:00 વાગ્યા થી 9:00 વાગ્યા સુધી

પ્રસાદ નો સમય (Prasad Timings)

  • બપોરે 11થી 2 વાગ્યા સુધી
  • સાંજે 7 થી 9.30 વાગ્યા સુધી

નોંધ: તહેવારો, પૂનમ અથવા વિશેષ પ્રસંગે આરતી અને પ્રસાદ ટાઈમ થોડો બદલાઈ શકે છે.

naidunia_image

પરબધામ મંદિર કેવી રીતે પહોંચવું?| How to Reach Parab dham Temple

રોડ દ્વારા (By Road)

પરબધામ મંદિર રોડ માર્ગથી જોડાયેલું હોવાથી ભક્તજનો ગુજરાતના વિવિધ શહેરોથી એસટી બસ કે પ્રાઈવેટ વાહનના માધ્યમથી સરળથાથી પરબધામ પહોંચી શકે છે રાજકોટ ST ડેપોથી સોમનાથ સુત્રાપાડા માટે સીધી બસ મળે છે, વેરાવળ અથવા સુત્રાપાડા ઉતરીને ઓટો રિક્ષા કે જીપ દ્વારા 5થી 10 કિમીમાં પરબધામ પહોંચી શકે છે.

ટ્રેન દ્વારા (By train)

પરબધામ મંદિરની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન જુનાગઢ અને સોમનાથ છે. અહીંથી ટ્રેન ઉપલબ્ધ હોવાથી સોમનાથથી ઓટો કે ટેક્સીના માધ્યમથી શ્રદ્ધાળુઓ આરામથી 15 કે 20 મિનિટમાં પરબધામ પહોચી શકે છે.

  • જુનાગઢ રેલ્વે સ્ટેશન
  • સોમનાથ રેલ્વે સ્ટેશન

હવાઈ માર્ગ દ્વારા (By Flight)

પરબધામ નજીકનું એરપોર્ટ દીવ એરપોર્ટ છે. અહીંથી શ્રદ્ધાળુઓ 90 કીમી દીવથી ટેક્સી કરીને વેરાવળ થઈને પરબધામ પહોંચી શકે છે.

દીવ એરપોર્ટ

naidunia_image

પરબધામ આસપાસના જોવાલાયક અને દર્શનીય સ્થળો |Places to Visit Near Parab Dham temple

  • ગિરનાર પર્વત
  • ઉપરકોટનો કિલ્લો
  • મહાબત મકબરો
  • સક્કરબાગ ઝૂ
  • દામોદર કુંડ
  • શ્રી ખોડલધામ (કાગવડ)
  • શ્રી જલારામ બાપા મંદિર (વીરપુર)
  • ઉબેન વ્યુ પોઇન્ટ અને ડેમ
  • ગિર નેશનલ પાર્ક (સાસણ ગીર)