Vastu Tips For Bad Luck: આજના મોંઘવારીના જમાનામાં લોકો વધારે પૈસા ખર્ચવાની જગ્યાએ જરૂર પડે, ત્યારે કોઈને કોઈ વસ્તુ પોતાના મિત્રો કે સબંધીઓ પાસેથી માંગીને તેનો ઉપયોગ કરતાં હોય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં શેરવાની, વેડિંગ શૂટ જેવા વસ્ત્રો એક જ વાર પહેર્યા પછી મોટાભાગે એમને એમ જ પડી રહેતા હોય છે. જેથી મધ્યમ વર્ગીય પરિવારમાં આવા વસ્ત્રો નાના ભાઈઓ કે પછી મિત્રોને પહેરવા આપવામાં આવતા હોય છે.
આમ કરવું ખોટું પણ નથી, પરંતુ વાસ્તુમાં પાંચ એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભૂલથી પણ બીજાની વાપરવી ના જોઈએ. બીજા પાસેથી આ પાંચ વસ્તુઓ લાવીને તેનો ઉપયોગ કરવો દુર્ભાગ્ય અને દરિદ્રતાનું કારણ બની શકે છે, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...
આ પણ વાંચો
એક વખત પહેરેલા બીજાના કપડા
આપણામાંથી અનેક લોકો ક્યારેક તો પોતાના મિત્રો કે સબંધીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વસ્ત્રો પહેર્યા જ હશે. જો કે વાસ્તુમાં તેને યોગ્ય નથી માનવામાં આવતુ. વાસ્તુ અનુસાર, બીજાના વસ્ત્રો પહેરવાથી ભાગ્ય તમારો સાથ આપવાનું બંધ કરી શકે છે. આ સાથે જ વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
બીજાની ઘડિયાળ ક્યારે ના પહેરશો
વાસ્તુમાં જણાવ્યા પ્રમાણે, બીજાએ આપેલી ઘડિયાળ પહેરવાનું હંમેશા ટાળવું જોઈએ. આવી જ રીતે બીજા વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી ઘડિયાળ જો તમે પહેરો છો, તો તમારો ગમે તેટલો સારો સમય કેમ ના હોય, તે ખરાબ સમયમાં ફેરવાઈ શકે છે. આમ કરવાથી નકારાત્મક ઉર્જા તમારા પર હાવિ થઈ શકે છે.
બીજાની વીંટી અને બંગડી પહેરવાથી બચો
ઘણી મહિલાઓ લગ્ન જેવા શુભ પ્રસંગો કે પાર્ટીમાં બીજા પાસેથી માંગીને તેમની વીંટી કે બંગડી પહેરતી હોય છે. જો કે વાસ્તુમાં આમ કરવાને અશુભ માનવામાં આવે છે. બીજા દ્વારા ઉપયોગમાં લેવાયેલ બંગડી કે વીંટી તમારા દુઃખ અને દરિદ્રતાનું કારણ બની શકે છે.
બીજાનો કાંસકો ક્યારેય ના વાપરવો
તમારે કોઈ અન્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલા કાંસકાનો પણ ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ. તેનું પહેલું કારણ છે કે, બીજાનો કાંસકો વાપરવાથી તમને ફંગલ ઈન્ફેક્શન કે એલર્જીની સમસ્યા થઈ શકે છે. વાસ્તુ પ્રમાણે, બીજાના કાંસકાનો ઉપયોગ કરવાથી તમારે દુઃખ અને દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે.
બીજાની પેનનો ઉપયોગ કરવાનું ટાળો
કલમ કે પેન પણ હંમેશા તમારી પોતાની જ વાપરવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, બીજાની પેનનો ઉપયોગ કરવાથી તમારે કરિયર અને આર્થિક બાબતોમાં એક પછી એક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ તમે તમારા જ્ઞાનનો પુરતો અને યોગ્ય ઉપયોગ નથી કરી શકતા.
