Roti Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, ઘરનું રસોડું એક એવી જગ્યા છે, જ્યાં સમગ્ર પરિવારના સભ્યો માટે રસોઈ બનાવવામાં આવે છે. આવી જ રીતે રસોડામાં બનતી રોટલી માત્ર ભૂખ ભાગવા માટેની વસ્તુ જ નથી, પરંતુ ઘરની સકારાત્મક અને નકારાત્મક ઉર્જાને પણ અસર કરે છે.
ખાસ કરીને જ્યારે કોઈ સૌ પ્રથમવાર રસોઈ બનાવતા શીખે, ત્યારે સૌથી વધુ ભાર રોટલીને એકદમ ગોળ આકારની બનાવવા પર ભાર મૂકવામાં આવે છે. ગોળ આકારની રોટલી માત્ર દેખાવમાં જ સારી લાગે તેવું નથી, પરંતુ તે ઘરમાં સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
આ પણ વાંચો
વાસ્તુ શાસ્ત્રમાં રોટલીને લઈને અનેક મહત્ત્વની વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે રોટલીનો આકાર વાંકોચૂકો કે કોઈ દેશના નક્શા જેવો બનાવે, તો તે ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે. તો ચાલો તેની પાછળનું કારણ જાણીએ...
રોટલી ગોળ જ કેમ હોવી જોઈએ?
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, રસોડું ઘરની સૌથી પવિત્ર જગ્યા પૈકી એક છે, જ્યાં અન્નની દેવી અન્નપૂર્ણા અને અગ્નિ દેવની વિશેષ કૃપા હોય છે. ગોળ આકાર હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં પૂર્ણતા અને બ્રહ્માંડનું પ્રતીક મનાય છે.
જે રસોડામાં નિયમિત ગોળ રોટલી બનતી હોય, તો તે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. આવી જ રીતે જે ઘરમાં વાંકીચૂકી કે વિચિત્ર આકારની રોટલી વણાતી હોય, તો તે પરિવારના સભ્યોને માનસિક તણાવ અને રાહુ-કેતુની અશુભ અસર દર્શાવે છે. જેના પરિણામે ઘરમાં હંમેશા અશાંતિનો માહોલ રહે છે.
ગોળ રોટલીને જ્યારે ગરમ તવી અર્થાત લોઢી પર શેકવામાં આવે, ત્યારે અગ્નિની ઉર્જા તેમાં ચોતરફથી લાગે છે. જો રોટલી ગોળ અને એકસરખી જાડીહશે, તો તે તવી પર વ્યવસ્થિત શેકાશે. આવી જ રીતે જો રોટલી એકબાજુથી જાડી અને એક બાજુથી પાતળી હશે, તો તેની કાચી રહેવાની શક્યતા વધી જાય છે. તેમજ ઘણીવાર રોટલી શેકતી વખતે બળી જાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, યોગ્ય રીતે શેકવામાં આવેલી ગોળ રોટલી મંગળ અને સૂર્યને મજબૂત કરે છે. તેમજ અડધી શેકાયેલી રોટલી ખાવાથી પાચન સબંધિત સમસ્યા વકરી શકે છે. આર્યુર્વેદ અનુસાર, આગ પર યોગ્ય રીતે શેકેલી અને ફુલેલી ગોળ રોટલી શરીરનું પુરતુ પોષણ આપે છે.
રોટલી માટે વાસ્તુના વિશેષ નિયમ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં જેટલા સભ્યો હોય, તેમની જરૂરિયાત કરતાં 4 થી 5 રોટલી વધારે બનાવવી જોઈએ. રસોડામાં જ્યારે પણ તવી ગરમ થાય, ત્યારે સૌથી પહેલી રોટલી હંમેશા વ્યવસ્થિત ગોળ બનાવીને ગાય માટે અલગ કાઢવી જોઈએ. જેનાથી ઘરમાં પિતૃ દોષ અને કંકાશ દૂર કરવાનું કામ કરે છે.
આ સાથે જ રાંધતી વખતે સૌથી છેલ્લી રોટલી કૂતરા માટે અલગ કાઢવી જોઈએ. આમ કરવાથી રાહુ, કેતુ અને શનિ દેવ શાંત રહે છે અને ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ક્યારેય કમી નથી થતી.
આવી જ રીતે 2 રોટલી મહેમાનો માટે અચૂક બનાવવી જોઈએ, કારણ કે ઘરે આવેલ મહેમાન ભગવાનનું રૂપ ગણાય છે. આથી ઘરે આવેલા મહેમાનને ક્યારે ભૂખ્યા ના મોકલવા જોઈએ. આથી બે રોટલી વધારે બનાવવી જોઈએ, જેનાથી અન્નપૂર્ણા માતાના આશીર્વાદ મળી રહે છે અને ઘરમાં બરકત આવે છે. જો કોઈ મહેમાન ના આવે, તો આ રોટલી કૂતરા, ગાયને ખવડાવી દેવી જોઈએ.
આવા લોટની રોટલી ક્યારેય ના બનાવશો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ક્યારેય પણ લોટને બાંધીને ફ્રિઝમાં મૂકીને રાખવો ના જોઈએ, કારણ કે વાસી લોટમાંથી બનેલી રોટલી પરિવારમાં કલેશનું કારણ બને છે. આ સાથે જ તેમાં અનેક પ્રકારના બેક્ટેરિયા પેદા થાય છે. આ સાથે જ વાસી રોટલીનો સબંધ રાહુ સાથે છે. આથી વાસી લોટની રોટલી તમે કૂતરાને આફી શકો છો. જ્યારે તાજી રોટલી મંગળ ગ્રહને મજબૂત બનાવે છે.
હવે તમે જ્યારે પણ રસોડામાં રોટલી બનાવો, ત્યારે ઉપર મુજબના તમામ નિયમોને ધ્યાનમાં રાખજો, કારણ કે તે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પ્રગતિ અને ખુશહાલીનો માર્ગ નક્કી કરે છે.
