Upcoming IPO: નવા સપ્તાહમાં આવશે 5 IPO, પ્રાઈઝ બેન્ડથી લઈ GMP અંગે આ માહિતી જાણો

મેઈનબોર્ડના IPOમાં CMR ટેકનોલોજી અને હેક્સાગોન ન્યુટ્રીશનનો સમાવેશ થાય છે. MSE કેટેગરીના IPOમાં મેરિટ્રોનિક્સ, વાહ કેમિકલ્સ અને Genxai એનાલિટિક્સનો સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 31 May 2026 01:52 PM (IST)Updated: Sun, 31 May 2026 01:52 PM (IST)
5-ipos-coming-in-the-new-week-hexagon-nutrition-genxai-analytics-vahh-chemicals-cmr-green-technologies-merritronix

Upcoming IPO:આગામી સપ્તાહ 5 નવા IPO (Upcoming IPO Next Week) ખુલવા જઈ રહ્યા છે. આ પૈકી 3 MSE કેટેગરીમાંથી છે. જ્યારે 2 IPO મેઈનબોર્ડ કેટેગરીમાંથી હશે. મેઈનબોર્ડના IPOમાં CMR ટેકનોલોજી અને હેક્સાગોન ન્યુટ્રીશનનો સમાવેશ થાય છે. MSE કેટેગરીના IPOમાં મેરિટ્રોનિક્સ, વાહ કેમિકલ્સ અને Genxai એનાલિટિક્સનો સમાવેશ થાય છે.

Merritronix IPO

મેરિટ્રોનિક્સનો IPO 1 જૂને ખુલશે અને 3 જૂને બંધ થશે.IPOમાં શેર માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 141-રૂપિયા 149 છે.લોટ સાઈઝ 1000 શેર છે. તેનો અર્થ એ છે કે તમે ઓછામાં ઓછા 1000 શેર અને પછી તેના ગુણાકાર માટે અરજી કરી શકો છો.તેનો GMP પણ ખૂબ પ્રભાવશાળી છે. ઈન્વેસ્ટરગેઇન પ્રમાણે મેરિટ્રોનિક્સ IPO ની કિંમત રૂપિયા 88 છે. ધ્યાનમાં રાખો કે કોઈપણ કંપનીનો GMP તેની લિસ્ટિંગ સુધી વધી કે ઘટી શકે છે.

CMR Green Technologies IPO

CMR ગ્રીન ટેક્નોલોજીસનો IPO 3 જૂને ખુલશે અને 5 જૂને બંધ થશે.IPO પ્રાઇસ બેન્ડ રૂપિયા 182-રૂપિયા 192 પ્રતિ શેર છે.લોટ સાઈઝ 78 શેર છે. તેની પ્રારંભિક જાહેર ઓફર (GMP) હાલમાં રૂપિયા 35 છે.

Genxai Analytics IPO

Genxai Analytics IPO 5 જૂને ખુલશે અને 9 જૂને બંધ થશે.IPOમાં શેર માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 110-રૂપિયા 116 છે.લોટ સાઈઝ 2,400 શેર છે.તેનો GMP હાલમાં રૂપિયા13 છે.

Hexagon Nutrition IPO

હેક્સાગોન ન્યુટ્રિશન ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) 5 જૂને ખુલશે અને 9 જૂને બંધ થશે. IPO પ્રાઇસ બેન્ડ રૂપિયા 42-45 પ્રતિ શેર છે.લોટ સાઈઝ 333 શેર છે. તેનો GMP હાલમાં 0 છે.

Vahh Chemicals IPO

વાહ કેમિકલ્સનો IPO 4 જૂને ખુલ્યો હતો અને 8 જૂને બંધ થશે. પ્રારંભિક જાહેર ઓફર (IPO)ની કિંમત રૂપિયા 60 પ્રતિ શેર છે. લોટ સાઈઝ 2,000 શેર છે. જોકે GMP હાલમાં 0 છે એટલે કે તે હાલમાં કોઈ નફો દર્શાવતો નથી.