Adani Ports: અદાણી પોર્ટ્સે તમામ બંદરો પર કુલ 450 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યું, અદાણી પોર્ટસ મુંદ્રા 200 MMT કાર્ગો હેન્ડલ સાથે દેશનું પ્રથમ પોર્ટ બન્યું

આ ડબલ સીમાચિહ્નરૂપ સિદ્ધિ મુંદ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે દર્શાવે છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 02 Apr 2025 06:39 PM (IST)Updated: Wed, 02 Apr 2025 06:39 PM (IST)
a-total-of-450-million-metric-tonnes-of-cargo-was-handled-across-all-adani-ports-ports

Adani Ports Mundra: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ નાણાકીય વર્ષ 2024-25માં તેના તમામ બંદરો પર 450 મિલિયન મેટ્રિક ટન (MMT)ના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઇ વ્યાપારમાં અમીટ છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે, જેણે એક જ વર્ષમાં 200 MMT કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચ્યો છે.

આ ડબલ સીમાચિહ્નરૂપ સિદ્ધિ મુંદ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે દર્શાવે છે, તથા ભારતના દરિયાઇ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં અગ્રિમ તરીકે APSEZના કદને પણ ઉન્નત કરે છે.

APSEZના પોર્ટફોલિયોમાં 450 MMT કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે એકલા અદાણી પોર્ટ મુન્દ્રાની 200 MMTની સ્વતંત્ર સિદ્ધિ આ સફળતામાં તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે.

  • રેકોર્ડ કન્ટેનર થ્રુપુટ: AICTPL ટર્મિનલે 33.05 લાખ કન્ટેનરનું સર્વકાલીન ઉચ્ચતમ હેન્ડલિંગ કર્યું, જે પાછલા વર્ષના 31.49 લાખ કન્ટેનરના રેકોર્ડને વટાવી ગયું. આ વૃદ્ધિ ભારતના કન્ટેનરાઇઝ્ડ વેપારમાં અદાણી પોર્ટ્સ મુન્દ્રાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
  • લિક્વિડ ટર્મિનલ પીક: લિક્વિડ ટર્મિનલે 8.73 MMT કાર્ગોનું સંચાલન કર્યું, જે નાણાકીય વર્ષ 2010-11 પછીનું સૌથી વધુ વોલ્યુમ છે.
  • SPRH થ્રુપુટ રેકોર્ડ: SPRHએ 16.17 લાખ કન્ટેનરનું સર્વકાલીન ઉચ્ચ થ્રુપુટ હાંસલ કર્યું.
  • હાઈએસ્ટ રેલવે ઓપરેશન: મુન્દ્રા પોર્ટ રેલ્વે સર્વિસીસ દ્વારા 20,578 ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જે અગાઉના 20,149 ના રેકોર્ડને વટાવી ગયું, અને અંતરિયાળ બજારો સાથે મજબૂત જોડાણ સુનિશ્ચિત કર્યું.
  • સૌથી વધુ ડિસ્પેચ: માર્ચ 2025 માં, બંદરેથી 59 ટ્રેન ડિસ્પેચ કરી, જે સપ્ટેમ્બર 2024 માં કરેલ 52 ટ્રેનના તેના અગાઉના રેકોર્ડને વટાવી ગયા.
  • સૌથી વધુ માસિક વોલ્યુમ: વેસ્ટ બેસિને ફક્ત માર્ચ 2025 માં 3.76 MMT કાર્ગોનું હેન્ડલિંગ કર્યું, જે નાણાકીય વર્ષનો સૌથી વધુ માસિક વોલ્યુમ દર્શાવે છે.
  • સૌથી ઝડપી જહાજ ડિસ્ચાર્જ: મુન્દ્રાએ જહાજ MV AMIS RESPECT (60,489.4 MT) નું માત્ર 17 કલાકમાં સૌથી ઝડપી ડિસ્ચાર્જ હાંસલ કર્યું, બલ્ક કાર્ગો હેન્ડલિંગમાં ગતિ અને કાર્યક્ષમતા માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો.