UpdatedIST

Adani Group Stock Crash: અદાણી ગ્રુપના શેરોમાં 15% સુધીનો કડાકો; અમેરિકાથી આવેલા એક સમાચારથી રૂપિયા 1.4 લાખ કરોડ ધોવાઈ ગયા

Adani Green રૂપિયા 132.30 (14.63 ટકા) ઘટી રૂપિયા 772.10, Adani Enterprises રૂપિયા 224.70 (10.76 ટકા) તૂટી રૂપિયા 1,862.80, Adani Ports રૂપિયા 106.30 (7.52) ઘટી રૂપિયા 1,307.60

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 23 Jan 2026 05:10 PM (IST)Updated: Fri 23 Jan 2026 05:11 PM (IST)
adani-group-stocks-fall-including-adani-enterprises-adani-ports-adani-enterprises-adani-total-gas-adani-green-energy-in-sec-legal-action-678655

Adani Group Stock Crash: અમેરિકાની નિયમનકાર એજન્સી US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન (SEC) સાથે સંકળાયેલ એક નવા કાનૂની ડેવલપમેન્ટને પગલે આજે ભારતીય શેરબજારમાં દેશના અગ્રણી ઔદ્યોગિક ગ્રુપ અદાણી ગ્રુપના શરોની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. અમેરિકાની SEC દ્વારા ન્યૂયોર્કની એક કોર્ટ સમક્ષ અરજી કરીને મંજૂરી માંગી છે કે તે ગૌતમ અદાણી અને સાગર અદાણી સીધા જ ઈમેલ મારફતે સમન્સ મોકલી શકે.

SECના મતે પરંપરાગત રીતે કાયદાકીય પ્રક્રિયા મારફતે સમન્સ સર્વ કરવામાં તેને મુશ્કેલી આવી રહી છે. તેણે દાવો કર્યો હતો કે તે ગયા વર્ષથી જ સમન્સ મોકલવાનો પ્રયત્ન કરી રહી છે, પણ ભારતીય ઓથોરિટીઝ મારફતે સર્વિસ સંબંધિત પ્રક્રિયા ગ્રાઉન્ડસ પર આગળ વધી શકી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે SEC દ્વારા જે છેતરપિંડી અને 26.5 કરોડ ડોલરની લાંચ સંબંધિત પ્લાન સહિતના દાવા કરવામાં આવ્યા હતા તેને અદાણી ગ્રુપ દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે ગવર્નન્સ તથા પારદર્શિતાને લગતા ઉચ્ચ માપદંડોને લઈ સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં 14 ટકા સુધી આવ્યો મોટો કડાકો (Adani Group Companies Stock Price Crash)
Adani ગ્રુપની કંપનીના શેરોમાં જંગી વેચવાલી જોવા મળતી હતી. Adani Green રૂપિયા 132.30 (14.63 ટકા) ઘટી રૂપિયા 772.10, Adani Enterprises રૂપિયા 224.70 (10.76 ટકા) તૂટી રૂપિયા 1,862.80, Adani Ports રૂપિયા 106.30 (7.52) ઘટી રૂપિયા 1,307.60, અદાણી ટોટલ ગેસ રૂપિયા 31.30 (5.71 ટકા) ગગડી રૂપિયા 517. 10, Ambuja Cement રૂપિયા 27.35 (5.01 ટકા) ગગડી રૂપિયા 5118.85 રહ્યા હતા.

અદાણી ગ્રુપનું માર્કેટ કેપિટલાઈઝેશનમાં ભારે ધોવાણ (Adani Group's market capitalizationhuge erosion)
શુક્રવારે શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. Adani Green, Adani Enterprises, Adani Energy અને Adani Ports સહિત અનેક શેરના ભાવમાં 14 ટકા સુધી ગગડી ગયા છે. તેને લીધે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન આશરે રૂપિયા 1.4 લાખ કરોડ ગગડી ગયું છે અને વેલ્યુએશન ઘટીને આશરે રૂપિયા 12.2 લાખ કરોડ થયું છે.