Aequs IPO GMP Today Day 3: Aequs કંપનીના આઈપીઓમાં રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ છે. Aequs કંપનીના આઈપીઓની સાઈઝ 921.81 કરોડ છે. જાણો કેટલું રોકાણ કરવું, શેરની પ્રાઈઝ શું છે અને હાલ કેટલું જીએમપી ચાલી રહ્યું છે.
Aequs IPO Details
Aequs કંપનીના આઈપીમાં 3 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. 8 ડિસેમ્બરના રોજ એલોટમેન્ટ જાહેર થઈ જશે. 9 ડિસેમ્બરના રોજ શેર તમારા ડિમેટ ખાતામાં જોવા મળશે અને જો આઈપીઓ નહિ લાગે તો રુપિયા 9 ડિસેમ્બરના રોજ તમારા ખાતામાં રિફંડ આવી જશે. આઈપીઓ BSE અને NSE પર 10 ડિસેમ્બરના રોજ લિસ્ટ થશે.
Aequs IPO GMP
Aequs કંપનીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 41 રુપિયા બતાવી રહ્યું છે. 124 રુપિયાનો શેર 165 પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે રોકાણકારોને 33 ટકાનું જબરદસ્ત રિટર્ન મળી શકે છે.
Aequs IPO Share Details
Aequs કંપનીના આઈપીઓમાં રોકાણ કરવા માટે તમારે એક લોટ માટે 14,880 રુપિયાનું રોકાણ કરવું પડશે. એક શેર દીઠ પ્રાઈઝ બેન્ડ 118 થી 124 નક્કી કરવામાં આવી છે. જેમાં એક લોટમાં 120 શેર માટે બોલી લગાવી શકશો. વધુમાં વધુ 1,680 શેર એટલે કે 14 લોટ માટે રોકાણ કરી શકાય છે. જે માટે કુલ 2,08,320 ચુકવવા પડશે.
