એમટ્રોન ઇલેક્ટ્રોનિક્સે આંતરરાષ્ટ્રીય સેમિકંડક્ટર ટેસ્ટ સોલ્યુશન્સ કંપની પાસેથી પાયલોટ બોક્ષ-બિલ્ડ ઉત્પાદનનો ઓર્ડર મેળવ્યો

સફળતાપૂર્વક ક્વોલિફાઈ થયા પછી પાયલોડ જોડાણમાંથી 2.6 મિલિયન અમેરિકન ડૉલરથી 3.4 મિલિયન અમેરિકન ડૉલર સુધીનો બિઝનેસ મળવાની સંભાવના છે, જે અત્યાધુનિક ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદનમાં ભારતની વધતી ક્ષમતાને મજબૂત કરે છે.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Thu, 16 Jul 2026 11:42 AM (IST)Updated: Thu, 16 Jul 2026 11:42 AM (IST)
aimtron-electronics-wins-pilot-box-build-production-order-from-international-semiconductor-test-solutions-company

વડોદરા, ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેનુફેક્ચરિંગ (ESDM) કંપની એમટ્રોન ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (NSE: AIMTRON)એ આજે જાહેરાત કરી હતી કે, તેને સેમિકંડક્ટર ટેસ્ટ સોલ્યુશન્સની એક મોટી આંતરરાષ્ટ્રીય કંપની પાસેથી પ્રાયોગિક ધોરણે બોક્ષ-બિલ્ડ ઉત્પાદનનો ઓર્ડર મળ્યો છે. આ ડીલથી 2.6 મિલિયન અમેરિકન ડૉલરથી 3.4 મિલિયન અમેરિકન ડૉલરનો બિઝનેસ મળવાની આશા છે, જે હાઈ-વેલ્યુ ઇલેક્ટ્રૉનિક્સ મેનુફેક્ચરિંગમાં કંપનીની કામગીરી વધારવાની એક મોટી તક છે. આ પ્રોજેક્ટથી વડોદરામાં રોજગારીની તકોનું સર્જન થવાની આશા છે, જેથી એડવાન્સ્ડ ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદનના વધતા કેન્દ્ર તરીકે શહેરની સ્થિતિ વધારે મજબૂત થશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગ વર્ષ 2032 સુધી 1.8 ટ્રિલિયન અમેરિકન ડૉલરથી વધારે થવાનું અનુમાન છે, ત્યારે આ જાહેરાત થઈ છે.

આ પ્રાયોગિક ઓર્ડર આગામી પેઢીના ઇન્ટેલિજન્ટ ફાઇબર નેટવર્ક ટેસ્ટ અને સર્ટિફિકેશન પ્લેટફૉર્મ બનાવવા માટે છે. તેમાં ઇલેક્ટ્રૉનિક્સ એસેમ્બલી, મિકેનિકલ ઇન્ટિગ્રેશન, સિસ્ટમ-લેવલ ટેસ્ટિંગ અને ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટિગ્રેશન સામેલ છે. આ કામ ગ્રાહકની એ મોટી વ્યૂહરચનાનો ભાગ છે, જે અંતર્ગત તે પોતાની ઉત્પાદન કામગીરી વધારવા, સપ્લાય ચેઇનને મજબૂત કરવા અને પોતાના પરંપરાગત ઉત્પાદન કેન્દ્રોમાંથી ખસીને યોગ્ય ઉત્પાદન પાર્ટનરની ઓળખ કરવા ઇચ્છે છે.

આ ઓર્ડર દર્શાવે છે કે ભારતીય ઉત્પાદન પરંપરાગત પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી (PCBA)થી આગળ વધીને ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રૉનિક્સ સિસ્ટમ્સ આપવામાં કેટલી મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. આ સ્થાનિક ESDM કંપનીઓની એ ક્ષમતાને પણ પ્રદર્શિત કરે છે, જેનો ઉપયોગ કરીને તેઓ બોક્ષ-બિલ્ડ ઉત્પાદન કરી શકે છે. આ માટે ગુણવત્તાની કડક સિસ્ટમ, કમ્પોનેન્ટ ટ્રેસેબિલિટી અને સિસ્ટમ-લેવલ ઇન્ટિગ્રેશનની જરૂર હોય છે. પ્રાયોગિક પ્રોગ્રામ માટે એમટ્રોનની પસંદગી ટેકનોલૉજી પર આધારિત આંતરરાષ્ટ્રીય ઉદ્યોગને સર્વિસ આપવા માટે એની એન્જિનીયરિંગ ક્ષમતાઓ અને ઉત્પાદન પ્રક્રિયાઓને પણ સૂચવે છે.

એમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર નિર્મલ વસાણીએ કહ્યું હતું કે, "દુનિયાભરમાં ગ્રાહકો પોતાની ઉત્પાદન પાર્ટનરશિપમાં વિવિધ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને ભારત આ પરિવર્તનમાં મદદ કરવાની સારી સ્થિતિમાં છે. આ પ્રાયોગિક પ્રોજેક્ટ અમારી ઉત્પાદન ક્ષમતાઓ, ગુણવત્તાની સિસ્ટમ અને એન્જિનીયરિંગ કુશળતામાં ભરોસો દર્શાવે છે. આ પ્રોગ્રામ સફળ થવાથી અમને ગ્રાહક પાસેથી ભવિષ્યમાં લાંબા સમય સુધી કમર્શિયલ પ્રોડક્શનની તકો મળી શકે છે અને સાથે સાથે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદનની ઇકોસિસ્ટમમાં અમારી કામગીરી વધારે મજબૂત થશે."

આ પ્રાયોગિક પ્રોગ્રામનો ઉદ્દેશ ગ્રાહક પાસેથી નવા ઉત્પાદન પ્લેટફૉર્મ માટે એમટ્રોનની ઉત્પાદન પ્રક્રિયા અને ગુણવત્તાની સિસ્ટમની મંજૂરી મેળવવાનો છે. એમાં સફળતા મળતાં અને વેલિડેશન પછી કંપનીને મોટી કમર્શિયલ પ્રોડક્શનની તકો માટે પસંદ થવાની આશા છે. અત્યાધુનિક ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન માટે માગ સતત વધવાથી એમટ્રોન વડોદરા અને બેંગાલુરુમાં પોતાની ઉત્પાદન ક્ષમતાઓ વધારી રહી છે, જેથી ભરોસાપાત્ર અને મૂલ્ય-સંવર્ધિત ઉત્પાદન સમાધાન મેળવવા આતુર ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય.