Airtel 365 Days Validity Plans: દેશની જાણીતી ટેલિકૉમ કંપની એરટેલના પોર્ટફોલિયોમાં તમને અનેક પ્લાન્સ જોવા મળી જશે. કંપની પાસે લોન્ગ ટર્મ વેલિડિટી વાળા અનેક ઑપ્શન ઉપલબ્ધ છે. ખાસ કરીને એક વર્ષ એટલે કે 365 દિવસ માટે કોઈ રિચાર્જ પ્લાન શોધી રહ્યા હોવ, તો પણ કંપની અનેક ઑપ્શન પુરા પાડે છે. એરટેલના લોન્ગ ટર્મ પ્લાન્સમાં પણ અલગ-અલગ બેનિફિટ્સ ધરાવતા અનેક ઑપ્શન મળી જાય છે, જે અલગ-અલગ યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
એરટેલનો સૌથી મોંઘો અને લોન્ગ ટર્મ રિચાર્જ પ્લાન
એરટેલનો સૌથી લોકપ્રિય લોન્ગ ટર્મ પ્લાન 3599 રૂપિયાનો છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં યુઝર્સને ડેઈલી 2GB ડેટા, અનલિમિટેડ 5G ડેટા, અનલિમિટેડ વૉઈસ કૉલિંગ અને ડેઈલી 100 ફ્રી SMS મળે છે.
આ સિવાય કંપનીઓ સૌથી મોંઘો પ્લાન 3999 રૂપિયાનો છે, જે પણ એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને ડેઈલી 2.5 GB ડેટા એક્સેસ મળે છે. આ સિવાય અન્ય બેનિફિટ્સ 3599 રૂપિયાના પ્લાનના યથાવત રાખવામાં આવ્યા છે.
એરટેલના ઓછી કિંમતના રિચાર્જ ઑપ્શન
જો તમે ઓછી કિંમતમાં લોન્ગ ટર્મ વેલિડિટી વાળો પ્લાન શોધી રહ્યા હોવ, તો તમારા માટે 2249 રૂપિયાનો પ્લાન બેસ્ટ બની શકે છે. આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળશે. આ સિવાય અનલિમિટેડ વૉઈસ કોલિંગની સાથે 30GB ડેટા અને વર્ષના 3600 SMS ફ્રી મળશે.
આ પ્લાન એવા લોકો માટે સારો વિકલ્પ બની શકે છે, જેઓ ઓછી કિંમતે આખું વર્ષ કૉલિંગ કરવા માંગતા હોય, પરંતુ નેટનો ઉપયોગ લિમિટેડ કરતાં હોય, કારણ કે આ પ્લાનમાં ડેટા એક્સેસ ઓછો મળે છે.
આ ઉપરાંત એરટેલનો સૌથી સસ્તો લોન્ગ ટર્મ રિચાર્જ પ્લાન 1849 રૂપિયાનો છે. જેમાં 365 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ વૉઈસ કોલિંગ અને 3600 ફ્રી SMS કરવા મળશે. જો કે આ પ્લાનમાં ઈન્ટરનેટ ડેટા એક્સેસ કરવા નહીં મળે. આ પ્લાન એવા લોકો માટે શ્રેષ્ઠ રહેશે, જેઓ લોન્ગ ટર્મ વેલિડિટી માટે ઈન્ટરનેટ ડેટા વિનાનો પ્લાન ઈચ્છે છે. ખાસ વાત એ છે કે, એરટેલના આ તમામ પ્લાન સાથે એડોબ એક્સપ્રેસ પ્રીમિયમનું એક્સેસ મળશે.
