Akshaya Tritiya: ગયા વર્ષે અક્ષય તૃતીયાના દિવસે સોનાનો ભાવ કેટલો હતો, અત્યાર સુધીમાં કિંમતમાં કેટલો વધારો થયો, શું ખરીદી કરવી જોઈએ કે નહીં?

સોનાની કિંમત સતત વધી રહી છે. જો ગત અક્ષય તૃતીયા સાથે તુલના કરવામાં આવે તો અત્યાર સુધીમાં સોનામાં સૌથી મોટો ઉછાળો આવી ગયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 15 Apr 2026 07:26 AM (IST)Updated: Wed 15 Apr 2026 03:41 PM (IST)
akshaya-tritiya-and-return-on-gold-prices-should-gold-buy-or-not-this-time-728158

Akshaya Tritiya:દેશભરમાં ટૂંક સમયમાં અક્ષય તૃતીયા( Akshaya Tritiya 2026)ની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે સોના અથવા ચાંદી (Gold And Silver)ની ખરીદી સૌથી શુભ માનવામાં આવે છે.

આ દિવસે સોના અને ચાંદીની માંગ ખૂબ જ હોય છે. જોકે સોનાની કિંમત સતત વધી રહી છે. જો ગત અક્ષય તૃતીયા સાથે તુલના કરવામાં આવે તો અત્યાર સુધીમાં સોનામાં સૌથી મોટો ઉછાળો આવી ગયો છે.
અક્ષય તૃતિયાનો ઈતિહાસ (History of Akshaya Tritiya)

ગયા વર્ષે અક્ષય તૃતીયા પર સોનાના કેટલા ભાવ હતા

  • MCXના ડેટા પ્રમાણે 30 એપ્રિલના રોજ 10 ગ્રામ સોનાના ભાવ રૂપિયા 94,611 હતા. જે વર્તમાન સમયમાં આશરે રૂપિયા 1,51,000 આસપાસ કામકાજ કરે છે. આમ ગઈ અક્ષય તૃતીયા સાથે તુલના કરવામાં આવે તો અત્યાર સુધીમાં આશરે 57 હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
  • છેલ્લા 5 વર્ષના હિસાબ પ્રમાણે 5 વર્ષ અગાઉ અક્ષય તૃતીયા એટલે કે 3 મે,2021ના રોજ MCX પર 24 કેરેટ સોનાના ભાવ રૂપિયા 50,808 પ્રતી 10 ગ્રામ હતા. તેની તુલના વર્તમાન ભાવ સાથે કરવામાં આવે તો અત્યાર સુધીમાં તેમાં રૂપિયા 1,00,900 જેટલો ઉછાળો આવી ગયો છે.
  • જો છેલ્લા 10 વર્ષ અગાઉના ભાવ સાથે તુલના કરવામાં આવે તો સોનાના 10 ગ્રામ દીઠ ભાવમાં રૂપિયા 1,21,000 જેટલો ઉછાળો આવી ગયો છે. 10 વર્ષ અગાઉ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 30,378 હતો. જે વર્તમાન ભાવ આશરે રૂપિયા 1,51,000 કરતાં ઘણો વધારે છે.

સોનાના ભાવમાં આવ્યો છે 60 ટકાનો ઉછાળો

  • ગત વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 60 ટકાથી વધારે ઉછાળો આવી ગયો છે.
  • છેલ્લા 5 વર્ષમાં આ વધારો આશરે 200 ટકા અથવા 198.7 ટકા રહ્યો છે
  • એવી જ રીતે છેલ્લા 10 વર્ષમાં અક્ષય તૃતીયા સાથે તુલના કરવામાં આવે તો સોનામાં 400 ટકા એટલે કે આશરે 399.60 ટકાનું શાનદાર વળતર મળ્યું છે. આ રીતે સોનાએ શેરબજાર કરતાં ઘણું વધારે વળતર આપ્યું છે.