Gold And Silver ETFs: Gold And Silver Exchange-Traded Funds (ETF)માં માર્ચ 2026 દરમિયાન રોકાણકારોનો રસ ઘટવા લાગ્યો છે.એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા(AMFI) તરફથી જાહેર આંકડાકીય માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં Gold ETFમાં રોકાણ માસિક ધોરણે 57 ટકા ઘટીને રૂપિયા 2,265 કરોડ થઈ ગયું છે, જ્યારે ફેબ્રુઆરીમાં તે રૂપિયા 5,254 કરોડ હતું. Silver ETFમાં માર્ચ મહિનામાં સતત અન્ય રોકાણ જોવા મળ્યું હતું.
AMFI પ્રમાણે માર્ચમાં Silver ETFથી રૂપિયા 683 કરોડ ઉપાડવામાં આવેલ, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં આંકડા રૂપિયા 826 કરોડ હતા. જોકે બજારમાં જે અનિશ્ચિતતા પ્રવર્તિ રહેલ છે તે સ્થિતિમાં રોકાણકારો તરફથી સોનાને એક ડાઈવર્સિફિકેશન ટૂલ તરીકે પસંદગી યથાવત રહી.
જાન્યુઆરીમાં નોંધાયો હતો રેકોર્ડ
જાન્યુઆરી 2026માં ગોલ્ડ ETFમાં મોટા પ્રમાણમાં રોકાણ આવ્યું હતુ.ં તે સમયે બજારમાં ભારે અનિશ્ચિતતા જોવા મળતી હતી. તેને લીધે રોકાણકારોનું વલણ સુરક્ષિત રોકાણના વિકલ્પો તરફ રહ્યું હતું. તે સાથે જ પોર્ટફોલિયો રિબેલેન્સિંગ તથા સોનાની કિંમતોમાં તેજીને લીધે રોકાણ વધ્યું હતું.
Gold-Silver ETFs કેમ ઘટ્યું રોકાણ
પશ્ચિમ એશિયામાં જે તણાવભરી સ્થિતિ પ્રવર્તિ રહી છે તેને લીધે ભારત સહિત વૈશ્વિક બજારોમાં ભારે અફરા-તફરીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તેમ છતાં રોકાણકારોનો વિશ્વાસ ફરી એક વખત Equity Mutual Funds તરફથી વલણ અપનાવી રહ્યા છે. તેને લીધે હવે રોકાણકારોના પૈસા ધીમે ધીમે ફરી ઈક્વિટી બજારો તરફ પરત ફરી રહ્યા છે.
સોના કરતાં ઇક્વિટી મૂલ્યાંકન વધુ આકર્ષક
અન્ય ETF શ્રેણીઓમાં મજબૂત પ્રવાહ જોવા મળ્યો છે જે મુખ્યત્વે ઇક્વિટી-લિંક્ડ રોકાણો દ્વારા સમર્થિત હતો. તેનાથી વિપરીત માર્ચમાં ગોલ્ડ ETF માં રોકાણ ઘટીને રૂપિયા 2,000 કરોડ થયું હતું, જે પાછલા મહિનાઓ કરતાં ઓછું હતું. તેનું કારણ એ હોઈ શકે છે કે ઇક્વિટી મૂલ્યાંકન સોના કરતાં રોકાણકારો માટે વધુ આકર્ષક બની રહ્યું છે.
