Anant Ambani Birthday Charity Drive 2026: ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો 10 એપ્રિલના રોજ જન્મદિવસ છે. જોકે, આ વર્ષે તેમના જન્મદિવસની ઉજવણી કોઈ ભવ્ય VIP પાર્ટી કે દેખાડાના કારણે નહીં, પરંતુ તેમની અનોખી અને નિઃસ્વાર્થ માનવસેવાના કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. પ્રાણીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ જગજાહેર છે, પરંતુ હવે સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તેમની આ પહેલના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકોના દિલ જીતી રહ્યો છે.
શ્રમજીવીઓને EV બાઇકનું વિતરણ
'અનંત સેવા ફાઉન્ડેશન' દ્વારા મુંબઈમાં અથાક મહેનત કરતા શ્રમજીવી નાગરિકોને ઇલેક્ટ્રિક બાઇક (EV બાઇક) નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં રાહુલ કનાલ અને હુસૈન મન્સુરીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ EV બાઇક માત્ર પરિવહનનું માધ્યમ નથી, પરંતુ રોજિંદા જીવનમાં સંઘર્ષ કરતા આ લોકો માટે આજીવિકાના નવા રસ્તાઓ ખોલવાનું એક સશક્ત સાધન છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, જીવનનો આ નવો ટેકો અને બાઇક મેળવનાર સામાન્ય લોકોના ચહેરા પરનો આનંદ અને સંતોષ સ્પષ્ટ જોઈ શકાય છે.
દેશભરમાં 'સન્માન સપ્તાહ' ની ઉજવણી
અનંત અંબાણીના જન્મદિવસની આ સેવાકીય ઉજવણી માત્ર મુંબઈ પૂરતી સીમિત રહી નથી. તેને સમગ્ર દેશમાં 'સન્માન સપ્તાહ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 'આઈ લવ મુંબઈ ફાઉન્ડેશન' ના સહયોગથી દેશભરમાં અનેક સ્થળોએ સામાજિક સેવાના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
દ્વારકામાઈ વૃદ્ધાશ્રમમાં આખી જિંદગી કઠોર પરિશ્રમ કરનાર વૃદ્ધોને ભોજન, જરૂરી દવાઓ અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુંબઈની કોસ્મોસ હાઇ સ્કૂલમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ખાસ જરૂરિયાતમંદ બાળકો માટે પથારી, જીવનજરૂરી ચીજવસ્તુઓ અને રાશન પૂરું પાડવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.
