BSNL Recruitment 2026: સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઈની (SET)ની કુલ 120 જગ્યાઓ માટે ઓનલાઇન ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ફ્રેશર્સ ઉમેદવારોને પણ તક આપવામાં આવી છે, જેમના માટે આકર્ષક પગાર ધોરણ નક્કી કરાયું છે.
5 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીમાં અરજી કરવાની રહેશે
આ ભરતીમાં ટેલિકોમ સ્ટ્રીમ માટે 40 તેમજ ફાઈનાન્સ સ્ટ્રીમ માટે 11 સહિત અન્ય જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટે રસ ધરાવતા ઉમેદવારો bsnl.co.in વેબસાઇટ પર જઈને 5 ફેબ્રુઆરીથી લઈને 7 માર્ચ, 2026 સુધીમાં અરજી કરી શકશે.
જે બાદ પસંદગી પામેલા ઉમેદવારોને રૂ 24,900 થી રૂ 50,500 ના IDA પે સ્કેલ (E-3) મુજબ આકર્ષક પગાર મળવાપાત્ર રહેશે. આ ભરતી માટેની સંભવિત કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) 29 માર્ચ 2026 ના રોજ આયોજિત કરવામાં આવી શકે છે.
અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
- સૌ પ્રથમ BSNL ની સત્તાવાર વેબસાઇટ bsnl.co.in પર જાઓ.
- હોમપેજ પર 'About Us' માં જઈને 'Career' સેક્શન પર ક્લિક કરો.
- ભરતીની લિંક પર ક્લિક કરી બેઝિક વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ લોગિન કરીને ફોર્મ ભરો અને ફોટો-સિગ્નેચર અપલોડ કરો.
- નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ સાચવી રાખો.
