Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં થયો મોટો ઘટાડો; સીલ્વર રૂપિયા 7800 અને ગોલ્ડ રૂપિયા 1500 સસ્તા થયા, શું આ ખરીદીની છે ઉત્તમ તક?

ઓલ ઈન્ડિયા એસોસિએશનની માહિતી પ્રમાણે ઔદ્યોગિક માંગમાં ઘટાડો થતા અને વૈશ્વિક બજારોમાં ચાંદીની કિંમતમાં 3.10 ટકાનો ઘટાડો થતા તેની એકંદરે સ્થાનિક બજારોમાં ભાવ પર પ્રતિકૂળ અસર થઈ છે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 09 Apr 2026 07:52 PM (IST)Updated: Thu 09 Apr 2026 07:52 PM (IST)
gold-and-silver-price-crash-silver-has-become-cheaper-by-7800-and-gold-by-1500-is-this-a-good-opportunity-to-buy-724882

Gold Silver Price Today: મધ્ય પૂર્વમાં જે તણાવભરી સ્થિતિ અને અનિશ્ચિતતાની સ્થિતિ પ્રવર્તિ રહી છે તેને પગલે ભારતીય જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીની કિંમતમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના કિલો દીઠ ભાવ રૂપિયા 7,800 ગગડી ગયા છે જ્યારે સોનાની કિંમતમાં પણ રૂપિયા 1,500 જેટલો ઘટાડો થયો છે.

ચાંદીની કિંમતમાં થયો ઘટાડો

ઓલ ઈન્ડિયા એસોસિએશનની માહિતી પ્રમાણે ઔદ્યોગિક માંગમાં ઘટાડો થતા અને વૈશ્વિક બજારોમાં ચાંદીની કિંમતમાં 3.10 ટકાનો ઘટાડો થતા ચાંદીની કિંમત(Silver Price)માં પ્રતી કીલો રૂપિયા 7,800 તૂટીને રૂપિયા 2,43,200 થયો છે.

સોનુ કેટલુ સસ્તુ થયું

ચાંદીની કિંમતોની સાથે સાથે સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શુદ્ધ સોનું 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,500 ગગડીને રૂપિયા 1,54,900 થયો છે. સતત કિંમતી ધાતુમાં જે ભાવ ઘટાડો થઈ રહ્યો છે તેને પગલે બન્ને લગ્નગાળાની ખરીદી માટે મધ્યમવર્ગને મોટી રાહત મળી રહી છે.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ

અમદાવાદ ખાતે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે સોના(99.9)ના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1000 ગગડી રૂપિયા 1,54,500 થયા છે. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોના (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1000 તૂટી રૂપિયા 154,200 રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ ચાંદીની કિંમતમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ ચાંદીની કિંમત રૂપિયા 7000 તૂટી રૂપિયા 2,33,000 રહ્યો છે.