UpdatedIST

Gold Silver Rate Today Live: સોના-ચાંદીના ભાવમાં ભૂચાલ; ચાંદીમાં રૂપિયા 5000નો ઉછાળો, વિશ્વબજારોમાં ભારે તેજી

શુદ્ધ સોનું રૂપિયા 1,500 વધી રૂપિયા 1,61,500 રહ્યા છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનું રૂપિયા 1,500 વધી રૂપિયા 161,200 રહ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 22 Feb 2026 12:05 AM (IST)Updated: Sun 22 Feb 2026 12:05 AM (IST)
gold-and-silver-prices-surge-on-22-february-2026-silver-price-rises-by-rs-5000-per-kg-696425

Gold Silver Rate Today: લગ્ન પ્રસંગ વચ્ચે સોનાન કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભૂ-રાજકિય તણાવ અને સુરક્ષિત રોકાણની માંગ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ભારે તેજી જોવા મળી છે. MCX પર 21 ફેબ્રુઆરીના રોજ સોનાની કિંમતમાં ભારે તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. MCX પર

અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 5000 ઉછળી રૂપિયા 2,55,000 રહ્યો છે. જ્યારે શુદ્ધ સોનું રૂપિયા 1,500 વધી રૂપિયા 1,61,500 રહ્યા છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનું રૂપિયા 1,500 વધી રૂપિયા 161,200 રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. સોનું ઔંસદીઠ 128.13 ડોલર એટલે કે 2.57 ટકા ઉછળી 5,106.13 ડોલર પર બંધ રહ્યું હતું. જ્યારે ઔંસદીઠ ચાંદી પણ 6.93 ડોલર એટલે કે 8.92 ટકા વધી 84.59 ડોલર રહ્યા છે.

આટલો ઉછાળો કેમ આવ્યો
ભૂરાજકીય તણાવ(Geopolitical Tensions): મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત લશ્કરી કાર્યવાહીના અહેવાલોએ સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.
ડોલરમાં વધઘટ: કિંમતી ધાતુઓને અમેરિકા ચલણની અસ્થિરતાનો સીધો ફાયદો થઈ રહ્યો છે.
સ્થાનિક માંગ: ભારતમાં લગ્નોના પ્રસંગને કારણે સોનાની ફિઝીકલ માંગ વધારે છે, જેના કારણે પુરવઠાની અછત અને ભાવમાં વધારો થાય છે.