Gold Price Today: આજે 1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ 2026-27 શરૂ થઈ ચૂક્યું છે. નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે જ સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. જો આજની વાત કરીએ તો, સોનાની કિંમતમાં 1400 રૂપિયાની આસપાસ જેટલો ઉછાળો નોંધાયો છે.
24 કેરેટ સોનાનો ભાવ 1,52,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ચૂક્યો છે. એવામાં જો તમારી પાસે માત્ર 50 હજાર રૂપિયાનું જ બજેટ હોય અને તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય, તો જાણી લો આટલા રૂપિયામાં તમને કેટલું સોનું મળી શકે છે?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને વૈશ્વિક સંકટને પગલે આજે દેશના અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. Bullions.co.in નામની વેબસાઈટ અનુસાર, અત્યારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,52,360 રુપિયા પ્રતિ 10 ગ્રામ તેમજ 22 કેરેટ સોનાની કિંમત રૂ.1,39,663 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હવે જો તમારી પાસે માત્ર 50 હજાર રૂપિયાનું જ બજેટ હોય તો તે પ્રમાણે જોઈએ તો, આજે 24 કેરેટ સોનાના 1 ગ્રામની કિંમત રૂ. 15,236 રૂપિયા થવા જાય છે. એટલે કે, 50 હજાર રૂપિયાના બજેટમાં તમને લગભગ 3.28 ગ્રામ સોનું જ મળી શકે છે.

મોટાભાગના સોનાના દાગીના 22 કેરેટમાંથી જ બનતા હોય છે, જેની આજની કિંમત રૂ.13,966 પ્રતિ ગ્રામ છે. એવામાં રૂ.50 હજારમાં તમને 22 કેરેટનું 3.58 ગ્રામ સોનું જ મળી શકશે.
હવે જો તમે થોડા ઓછા બજેટમાં વધારે સોનું લેવા માંગતા હોવ, તો તમે 18 કેરેટ ગોલ્ડનો વિકલ્પ પસંદ કરી શકો છે. જે 50 હજાર રૂપિયામાં તમને 4.37 ગ્રામ જેટલું 18 કેરેટ સોનું મળી શકે છે.
સોનાની ખરીદી પર મેકિંગ ચાર્જ અને GST અલગથી આપવો પડશે (Gold Price Calculator)
હકીકતમાં જ્યારે પણ તમે સોનાના દાગીના ખરીદો છો, તો માત્ર ગોલ્ડનો રેટ જ નથી આપવો પડતો, પરંતુ તેની સાથે-સાથે મેકિંગ ચાર્જ અને GST પણ સંકળાયેલા હોય છે. મેકિંગ ચાર્જ દરેક જ્વેલર્સ પોતાના હિસાબથી લેતા હોય છે, તેથી તે અલગ-અલગ હોઈ શકે છે. હવે આ બન્ને ચાર્જ તેમાં ઉમેરી દેવામાં આવે, તો તમારું બજેટ તો એજ રહે છે, પરંતુ તેમાં મળનારું સોનું ઓછું થઈ જાય છે.
આમ સરળ શબ્દોમાં સમજીએ તો, 50 હજાર રુપિયામાં જો તમને 3.5 ગ્રામ સોનું મળવું જોઈતું હતુ, તો તે મેકિંગ ચાર્જ અને GST ઉમેર્યા બાદ 3.1 થી 3.3 ગ્રામની વચ્ચે રહી જાય છે.
સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું (Gold Buying Tips)
એક વાતનું ધ્યાન રાખજો કે, દાગીના ખરીદતા સમયે તેની કિંમત ઉપર મેકિંગ ચાર્જ અને 3 ટકા GST અલગથી ચૂકવવો પડશે. સોનુ ખરીદતી વખતે માત્ર રેટ જ નહીં, પરંતુ તેની ક્વૉલિટી અને ચાર્જ પણ એટલા જ જરૂરી હોય છે.
હંમેશા BIS હૉલમાર્ક અચૂક ચેક કરો, કારણ કે તેનાથી સોનાની શુદ્ધતાની ગેરંટી મળે છે. આ ઉપરાંત અલગ-અલગ દુકાનોના મેકિંગ ચાર્જમાં પણ તફાવત હોઈ શકે છે, આથી સરખામણી કરવી આવશ્યક છે. આ સાથે જ બિલ વિના ક્યારેય પણ સોનાના દાગીનાની ખરીદી ના કરશો, નહીંતર ભવિષ્યમાં વેચવા કે બદલવાની સ્થિતિમાં સમસ્યા સર્જાઈ શકે છે.
જણાવી દઈએ કે, આ લેખ માત્ર માહિતીના ઉદ્દેશ્યથી લખવામાં આવ્યો છે. અહીં દર્શાવેલ રેટ્સ બુલિયન્સની વેબસાઈટના આધારે રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક શહેરોમાં અને જુદા-જુદા જ્વેલર્સ પાસે સોનાના ભાવ અલગ-અલગ હોઈ શકે છે.
