Gold Silver Rate Today Ahmedabad: અમદાવાદ સોનામાં રૂપિયા 1500 અને ચાંદીમાં રૂપિયા 5000નો આવ્યો ઉછાળો, આજના ભાવ જાણો

અમદાવાદ શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામદીઠ રૂપિયા 1500 ઉછળી રૂપિયા 1,57,500, સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1500 વધી રૂપિયા 1,57,300 રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 15 Apr 2026 08:17 PM (IST)Updated: Wed 15 Apr 2026 08:30 PM (IST)
gold-silver-price-today-ahmedabad-15-april-2026-latest-24k-22k-18k-and-coin-rates-728656

Gold Silver Price Today Ahmedabad 15 April 2026:વિશ્વ બજારમાંથી મળેલા સંકેતો વચ્ચે અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શાનદાર તેજી જોવા મળી હતી. અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 5000 ઉછળી રૂપિયા 2,45,000 થયો છે. જ્યારે અમદાવાદ શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામદીઠ રૂપિયા 1500 ઉછળી રૂપિયા 1,57,500, સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1500 વધી રૂપિયા 1,57,300 રહ્યા છે.

અમદાવાદ સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold And Silver Price)

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોના અને ચાંદી (Gold And Silver Prices In Delhi)ની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 11,800 ઉછળી રૂપિયા 2.57 લાખ પ્રતી કિલો થઈ ગયો છે. જ્યારે દિલ્હી ખાતે શુદ્ધ સોનું (99.9) રૂપિયા 3000 વધી રૂપિયા 1,58,000 થયો છે.અખિલ ભારતીય સરાફા સંઘની માહિતી પ્રમાણે ચાંદીની કિંમત રૂપિયા 2,45,200થી 4.81 ટકા વધી રૂપિયા 2.57 લાખ પહોંચ્યો છે.

અક્ષય તૃતીયાના નિમિત્તે જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ્સ તરફથી સતત થઈ રહેલી ખરીદીને પગલે સોના-ચાંદીની કિંમતમાં આ ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય તૃતીયા 19 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે, આ દિવસે સોના-ચાંદીની ખરીદી ખુબ જ શુભ માનવામાં આવે છે.

વિગતભાવ (રૂપિયામાં)
ચાંદી ચોરસા2,35,000- 2,45,000
રૂપું2,34,800- 2,44,800
સિક્કા જૂના2000-2400
સોનું (99.9) (24 કેરેટ)1,53,200-1,53,500
સોનું (99.5)1,53,200-1,57,200