Crude Oil Prices:મધ્ય પૂર્વમાં સતત વધી રહેલી તણાવની સ્થિતિ, ભૂ-રાજકિય ચિંતા વચ્ચે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થયો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ભાવ 92 ડોલર થઈ ગયા છે. જ્યારે WTI ક્રુડના ભાવ ગગડીને 83 ડોલર થયા છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં આશરે 20 ટકાનો ભારે ઘટાડો થયો છે. અમેરિકામાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામો બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાનો નિર્ણય બદલતા ક્રુડ ઓઈલના ભાવોમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. જોકે આ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેમણે ઈરાન સાથે યુદ્ધને લઈ કોઈ સમજૂતી કરી નથી અને હુમલાને લગતા વિકલ્પો ખુલ્લા છે.
ભાવ ઘટતા ભારત જેવા વિકાસશીલ દેશોને મોટી રાહત
ક્રુડ ઓઈલની કિંમતોમાં તાજેતરમાં ઈરાન-અમેરિકા યુદ્ધને લીધે ભારે ઉછાળો આવ્યો હતો અને વિશ્વ બજારમાં કિંમતો બેરલ દીઠ 118 ડોલરને પાર થઈ ગયા હતા. તેને લીધે વૈશ્વિક અર્થતંત્ર પર ફુગાવાજન્ય તંગ સ્થિતિનું સર્જન થયું હતું. ભારત જેવા એનર્જી આયાત પર આધાર ધરાવતા દેશો માટે ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારો અર્થતંત્ર પર ભારે દબાણનું સર્જન કર્યું હતું. જોકે વર્તમાન સમયમાં ક્રુડના ભાવમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેને લીધે આ દબાણમાં કંઈક હસ્તક રાહત મળી છે.
ક્રુડ ઓઈલનો જથ્થો વધી શકે છે
બીજીબાજુ ક્રુડ ઓઈલને લગતા અન્ય મોરચે પણ સારા સમાચાર સામે આવ્યા છે. ગોલ્ડમેન સાકસની માહિતી પ્રમણે વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલની ઉપલબ્ધતા માંગ કરતાં વધારે રહે તેવી શક્યતા છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીની માહિતી પ્રમાણે વર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલની માંગ દૈનિક 20 લાખ બેરલ રહે તેવી શક્યતા છે.
ક્રુડ ઓઈલના ભાવનું વલણ કેવું રહેશે
જે અમેરિકા-ઈરાન વચ્ચે સૈન્ય સંઘર્ષ થાય છે તો ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે અને ફરી વખત ભાવ 100 ડોલર તરફ જઈ શકે છે. આ સંજોગોમાં મધ્ય પૂર્વમાં કેવી સ્થિતિ સર્જાય છે તે ક્રુડ ઓઈલની કિંમતોની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ પણ અત્યંત મહત્વનો છે. જો આ માર્ગ ફરી અવરોધાશે તો તેની કિંમતો પર અસર થઈ શકે છે.
