Gold Silver Prices In Singapore:સિંગાપુરમાં સોના-ચાંદીના ભાવ કેટલા? ભારતની તુલનામાં સસ્તુ કે મોંઘુ, ખરીદી કરવી કેટલી લાભદાયક?

સોનાની વિવિધ પ્રોડક્ટ્સ જેમ કે સિક્કા,બાર તથા જ્વેલરીનો સમાવેશ થાય છે. સિંગાપુરનું ગોલ્ડ માર્કેટ એશિયામાં એક અત્યંત મહત્વનું ટ્રેડિંગ હબ છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 12 Apr 2026 07:13 PM (IST)Updated: Sun 12 Apr 2026 08:11 PM (IST)
singapore-gold-and-silver-prices-is-cheaper-or-costlier-than-india-726899
HIGHLIGHTS
  • ભારતમાં અત્યારે 24 કેરેટ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,50,327 છે.
  • સિંગાપુરમાં એક કીલો ચાંદીની કિંમત 3,112.96 સિંગાપુર ડોલર છે.

Gold Silver In Singapore: સિંગાપુર ગોલ્ડ માર્કેટ (Singapore Gold Market)ની દ્રષ્ટિએ સૌથી મહત્વનું કેન્દ્ર છે. અહીં વિશ્વભરના રોકાણકારો તથા વ્યાપારી સોનાની ખરીદી અને વેચાણ કરે છે. સિંગાપુરનું ગોલ્ડ-માર્કેટ તેની પારદર્શિતા, સુરક્ષા તથા વિશ્વસનીયતા માટે ખૂબ જ સારી ઓળખ ધરાવે છે.

અહીં સોનાની વિવિધ પ્રોડક્ટ્સ જેમ કે સિક્કા,બાર તથા જ્વેલરીનો સમાવેશ થાય છે. સિંગાપુરનું ગોલ્ડ માર્કેટ એશિયામાં એક અત્યંત મહત્વનું ટ્રેડિંગ હબ છે. જે રોકાણકારોને સોનામાં રોકાણ કરવા માટે એક સુરક્ષિત અને સુવિધાજનક વિકલ્પ પ્રદાન કરે છે. પણ શું તમે જાણો છો કે સોના અને ચાંદીના ભાવ કેટલા છે?

સિંગાપુરમાં કેટલી કિંમત છે (Gold Price in Singapore)
સૌથી પહેલા આપણે સોનાની કિંમત અંગે વાત કરશું. 1 ગ્રામ સોનાની કિંમત સિંગાપુરમાં અત્યારે 194 સિંગાપુર ડોલર છે. 194.52 સિંગાપુર ડોલર ભારતીય કરન્સી પ્રમાણે રૂપિયા 14207.31 થાય છે. એટલે કે સિંગાપુરમાં 10 ગ્રામદીઠ સોનાનો ભાવ ભારતીય કરન્સી પ્રમાણે રૂપિયા 1,42,073 છે.

ભારતમાં સોનાના ભાવ કેટલા છે (Gold Price In India)
ભારતમાં અત્યારે 24 કેરેટ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,50,327 છે. એટલે કે ભારતમાં સિંગાપુરની તુલનામાં સોનાના ભાવ આશરે રૂપિયા 8000 વધારે છે.

સિંગાપુરમાં ચાંદીની કિંમત કેટલી છે?(Silver Price in Singapore)
હવે ચાંદીની કિંમતની વાત કરીએ તો સિંગાપુરમાં એક કીલો ચાંદીની કિંમત 3,112.96 સિંગાપુર ડોલર છે. 3,112.96 સિંગાપુર ડોલર ભારતીય કરન્સીમાં રૂપિયા 2,27,364 થાય છે.

ભારતમાં ચાંદીની કિંમત કેટલી છે(Silver Price In India)
બીજી બાજુ ભારતમાં એક કીલો ચાંદીની કિંમત અત્યારે રૂપિયા 2.40 લાખ છે. એટલે કે સિંગાપુરની તુલનામાં ભારતમાં 1 કિલો ચાંદીની કિંમત આશરે રૂપિયા 13થી વધારે છે. એકંદરે જોવામાં આવે તો ભારતની તુલનામાં સિંગાપુરમાં સોના-ચાંદની કિંમત સસ્તી છે.