US Vs Iran War:વેસ્ટ એશિયામાં જે યુદ્ધની સ્થિતિ પ્રવર્તિ રહી છે તેને ધ્યાનમાં રાખી અમેરિકા દ્વારા ઈરાન પર જોરદાર હુમલા થઈ રહ્યા છે. તેને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. વિશ્વની કૂલ ક્રુડ ઓઈલની જરૂરિયાત પૈકી 20 ટકા સપ્લાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે, જે હવે લગભગ બંધ થઈ ગયો છે.
હવે વિશ્વ સામે ક્રુડ ઓઈલ અને ગેસને લઈ સંકટ સર્જાયું છે ત્યારે વિશ્વ માટે વધુ એક માઠી અહેવાલ સામે આવી રહ્યા છે.
ઈરાને જ્યાં Hormuz Strait બંધ થઈ ગયો છે ત્યારે અહેવાલ પ્રમાણે ઈરાનનું સમર્થન કરનાર હુતી વિદ્રોહીએ ઓઈલ-ગેસના પરિવહન માટે જરૂરી એવા સમુદ્રી રુટ બાબ-અલ-મંડબ સ્ટ્રેટ પર નાકાબંધી કરવામાં આવી છે. જોકે અત્યારે તો આ સાઉદી અરેબિયા માટે કરવામાં આવી છે.પણ તેણે વિશ્વને ડરાવવાનું કામ કર્યું છે. બાબ-અલ-મંડબ સ્ટ્રેટને લઈ અવરોધ સર્જાશે તો વિશ્વ અર્થતંત્ર માટે મોટી મુશ્કેલી સર્જાશે અને વૈશ્વિકસ્તરે ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 200 ડોલર સુધી પહોંચી શકે છે.
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે યમનના હુતી વિદ્રોહીઓએ સાઉદી અરબ સામે સૌન્ય નાકાબંધીની જાહેરાત કરી છે અને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. આ પગલાથી વ્યૂહાત્મક રીતે બાલ-અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થતા ઓઈલ-ગેસના જહાજોના પરિવહનને લઈ મોટો અવરોધ સર્જાઈ શકે છે.
હવે ખાસ વાત એ છે કે આ નવું સંકટ અગાઉથી જ ચાલી રહેલા અમેરિકા-ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે આવ્યુ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગયો છે ત્યારે વૈશ્વિક એનર્જી માર્કેટમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સરળ શબ્દોમાં કહીએ તો હોર્મુઝ સ્ટ્રેટની જેમ બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ(Bab-el-Mandeb Strait) એક મહત્વપૂર્ણ ચોકપોઇન્ટ છે જે લાલ સમુદ્રને એડનના અખાત અને હિંદ મહાસાગર સાથે જોડે છે. અવરોધ વૈશ્વિક શિપિંગમાં વિક્ષેપ પાડી શકે છે, જેનાથી ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી શકે છે, જે ભારત માટે સમસ્યાઓનું કારણ બની શકે છે.
