Gold Silver Price:સોના અને ચાંદી ફરી એક વખત રોકાણકારોની નજરમાં છે. તાજેતરમાં એક નવો અહેવાલ આવ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બન્ને કિંમતી ધાતુમાં તેજીની તૈયારી થઈ રહીછે અને આગામી સમયમાં સોના-ચાંદી બન્ને નવી ઊંચી સપાટીને સ્પર્શી શકે છે. જોકે આ સાથે જ એક મોટી ચેતવણી પણ આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કિંમતોમાં 20 ટકાથી 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. એટલે કે આગામી સમયમાં સોન-ચાંદીમાં ભારે અફરા તફરી જોવા મળશે.
અહેવાલમાં જણાવાયું છે કે આ વર્ષે સોનું પ્રતિ ઔંસ 6000 ડોલરને વટાવી શકે છે, જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 133 ડોલર સુધી પહોંચી શકે છે.
જોકે તે રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી પણ આપે છે: આ તેજીના બજારમાં 20 થી 30 ટકાના ભાવ ઘટાડાને સામાન્ય માનવામાં આવે છે.
અહેવાલ મુજબ સોનું તાજેતરમાં લગભગ 5,600 ડોલરની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ ભાવમાં લગભગ 20 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. 4,400 ડોલરની આસપાસ ટેકો મળ્યા પછી તે હવે 5,000 ડોલરની આસપાસ સ્થિર થઈ રહ્યું હોય તેવું લાગે છે.
નિષ્ણાતો કહે છે કે તેજીના બજારમાં આવા મોટા આંચકા સામાન્ય છે. કેટલીકવાર નબળા રોકાણકારોને બહાર નીકળવા અને મજબૂત ખેલાડીઓને નીચા ભાવે પાછા ખરીદવાની મંજૂરી આપવા માટે ઇરાદાપૂર્વક તીવ્ર ઘટાડો કરવામાં આવે છે.
