અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની Corona Remedies નો IPO રોકાણ માટે ખુલ્યો, પૈસા લગાવતાં પહેલા જાણો લો લેટેસ્ટ GMP

Corona Remedies નો આઈપીઓ 8 ડિસેમ્બર એટલે કે આજથી રોકાણકારો માટે ખુલી ગયો છે. Corona Remedies કંપનીના આઈપીઓની સાઈઝ 655.37 કરોડ છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 08 Dec 2025 04:05 PM (IST)Updated: Mon 08 Dec 2025 04:05 PM (IST)
corona-remedies-ipo-open-on-december-8-check-gmp-price-band-review-subscription-apply-or-not-651739

Corona Remedies IPO GMO Today: અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની Corona Remedies નો આઈપીઓ 8 ડિસેમ્બર એટલે કે આજથી રોકાણકારો માટે ખુલી ગયો છે. Corona Remedies કંપનીના આઈપીઓની સાઈઝ 655.37 કરોડ છે. જાણો કેટલું રોકાણ કરવું, શેરની પ્રાઈઝ શું છે અને હાલ કેટલું જીએમપી ચાલી રહ્યું છે.

Corona Remedies IPO Details

Corona Remedies કંપનીના આઈપીમાં 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. 11 ડિસેમ્બરના રોજ એલોટમેન્ટ જાહેર થઈ જશે. 12 ડિસેમ્બરના રોજ શેર તમારા ડિમેટ ખાતામાં જોવા મળશે અને જો આઈપીઓ નહિ લાગે તો રુપિયા 12 ડિસેમ્બરના રોજ તમારા ખાતામાં રિફંડ આવી જશે. આઈપીઓ BSE અને NSE પર 15 ડિસેમ્બરના રોજ લિસ્ટ થશે.

Corona Remedies IPO Share Details

Corona Remedies કંપનીના આઈપીઓમાં રોકાણ કરવા માટે તમારે એક લોટ માટે 14,820 રુપિયાનું રોકાણ કરવું પડશે. એક શેર દીઠ પ્રાઈઝ બેન્ડ 1008 થી 1062 નક્કી કરવામાં આવી છે. જેમાં એક લોટમાં 14 શેર માટે બોલી લગાવી શકશો. વધુમાં વધુ 196 શેર એટલે કે 14 લોટ માટે રોકાણ કરી શકાય છે. જે માટે કુલ 2,08,152 ચુકવવા પડશે.

Corona Remedies IPO GMP

Corona Remedies કંપનીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 290 રુપિયા બતાવી રહ્યું છે. 1062 રુપિયાનો શેર 1352 પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે રોકાણકારોને 27.31 ટકાનું રિટર્ન મળી શકે છે.