DA Hike News: DAમાં થઈ શકે છે રૂપિયા 360થી 7500 સુધીનો વધારો, પગાર અને એરિયર અંગે શું કહે છે નિષ્ણાત ?

વર્ષ 2026માં વિલંબ થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વિલંબ વહિવટીય પ્રક્રિયા અને 8માં પગારપંચના માળખા તરફ વધી રહેલા પગલાંને લીધે હોઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 13 Apr 2026 05:03 PM (IST)Updated: Mon 13 Apr 2026 05:03 PM (IST)
da-hike-from-rs-360-to-7500-what-say-experts-about-salary-and-arrears-727374

DA Hike News:સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA Hike 2026)માં વધારો કરવાને લઈ જે રાહ જોવામાં આવતી હતી તેને લઈ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. જોકે આ વખતે જાહેરાતમાં થોડો વિલંબ થઈ રહ્યો છે. પણ સારા સમાચાર એ છે કે DA માં વધારો નક્કી જ છે. બેંકબજારના CEO આદિલ શેટ્ટીની માહિતી પ્રમાણે આ વખતે DAમાં 2 ટકાથી 3 ટકા સુધીનો વધારો થઈ શકે છે. તેને લીધે કૂલ DA 60 ટકા નજીક (DA Hike To 60 Percent 2026) અથવા તેનાથી ઉપર જતુ રહી શકે છે.

DAમાં વધારાનો કેટલો ફાયદો મળી શકે છે

DAમાં જે વધારો થવાનો છે તે તમારા માસિક પગાર પર આધાર રાખે છે. આદિલ શેટ્ટીના મતેઃ

  • રૂપિયા 18000 બેઝીક પેઃ દર મહિને રૂપિયા 360થી રૂપિયા 540 વધારો થઈ શકે છે.
  • રૂપિયા 29,200 બેઝીક પેઃ પગારમાં રૂપિયા 584થી રૂપિયા 876 વધારો થઈ શકે છે.
  • રૂપિયા 56,100 બેઝીક પેઃ દર મહિને રૂપિયા 1,100થી વધારે પગાર વધારો થઈ શકે છે.
  • રૂપિયા 2.5 લાખ (સિનિયર લેવલ): તેમના પગારમાં દર મહિને રૂપિયા 5,000થી રૂપિયા 7,500 સુધી વધારો થઈ શકે છે.

DAમાં શા માટે થઈ રહ્યો છે વિલંબ
સામાન્ય રીતે માર્ચ મહિનામાં DAની જાહેરાત થઈ જાય છે. જોકે વર્ષ 2026માં તેમાં વિલંબ થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વિલંબ વહિવટીય પ્રક્રિયા અને 8માં પગારપંચ (8th Pay Commission)ના માળખા તરફ વધી રહેલા પગલાંને લીધે હોઈ શકે છે. જોકે, કર્મચારીઓ માટે સરકારે બજેટ 2026-27માં અગાઉથી જ પગાર તથા પેન્શન માટે પૂરતું ભંડળ ફાળવી દીધેલ છે. DA Freeze થવાની કોઈ શક્યતા નથી.