Delhi HC stays FSSAI Ban:દિલ્હી હાઈકોર્ટે ડાબરના 100 ટકા દાવા ધરાવતા Food Products વેચવા પર FSSAI એ મુકેલા પ્રતિબંધ પર સ્ટે ઓર્ડર આપ્યો

દિલ્હી હાઈકોર્ટે ડાબરના મધ, ઘી જેવા ઉત્પાદનો પર FSSAIના પ્રતિબંધ પર સ્ટે આપ્યો. FSSAIએ સુનાવણી વગર આદેશ આપ્યો, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 07 Aug 2026 04:49 PM (IST)Updated: Fri, 07 Aug 2026 04:51 PM (IST)
delhi-hc-stays-fssai-ban-on-dabur-selling-food-products-with-100-per-cent-claims

Delhi HC stays FSSAI Ban:દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)એ શુક્રવારે ડાબર ઈન્ડિયાના મધ, ગાયનું ઘી, અને ખાદ્ય તેલ જેવી ફૂડ પ્રોડક્ટ્સ(Food Products)ને લઈ 100 ટકા દાવા ધરાવતા હોવાથી FSSAI દ્વારા જે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેના પર સ્ટે ઓર્ડર આપ્યો છે.

ન્યાયમૂર્તિ અમિત મહાજને નિરીક્ષણ કર્યું હતું કે ડાબર દાયકાઓથી ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે અને FSSAI દ્વારા કોઈ પણ પ્રકારની સુનાવણી વગર ઓર્ડર આપવામાં આવ્યો હોવાથી આ કેસમાં પ્રથમ દ્રષ્ટિએ રાહત આપવા આવી છે.

ન્યાયમૂર્તનું કહેવું હતુ કે પ્રથમ દ્રષ્ટિએ કોર્ટનો અભિપ્રાય છે કે સુનાવણીની તક આપ્યા વગર પ્રતિબંધ લગાવવાનો આદેશ ઈશ્યુ કરવો જોઈતો ન હતો. તેમણે આ કેસની સુનાવણી બે સપ્તાહ બાદના નક્કી કરવામાં આવેલ વિવાદ સંબંધિત આદેશ પર પ્રતિબંધ મુક્યો છે.

ડાબરના સિનિયર વકીલે દાવો કર્યો હતો કે FSSAIનો આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે, જે કોઈ પણ કારણ દર્શાવ નોટિસ અથવા સુનાવણી વગર આપવામાં આવ્યો હતો.કેન્દ્ર સરકારના વકીલે આદેશનો બચાવ કરતા કહ્યું કે ડાબરે અગાઉ સુધારા માટે નોટિસ અને સલાહ આપી હતી. અને Food Products પર તેમના 100 ટકા દાવા ગેરમાર્ગે દોરનારા હતા.

આ તબક્કામાં અંતિમ રાહત નહીં આપવાની વિનંતીને નકારતા કોર્ટે ટિપ્પણી કરી કે તે દાયકાઓથી ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે અને હવે ઓચિંતા જ આમ કરી શકો નહીં.

સોમવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)એ કહ્યું કે તેણે ડાબર ઈન્ડિયા લિમિટેડ (Dabur India Limited)ને આ પ્રકારના ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુકતો આદેશ આપ્યો છે. જેમાં ગેરમાર્ગે દોરતા 100 ટકા દાવા કરવામાં આવ્યા છે. તેમાં મધ, એપ્પલ સાઈડર વિનેગર, વર્જીન કોકોનટ ઓઈલ, તલનું તેલ તથા ગાયનું દૂધ, નારિયેળ પાણી સહિત અન્ય ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.