Edible Oil Prices Today in Gujarat 5 December 2025: ખાદ્યતેલના ભાવમાં આજે સ્થિર વલણ રહ્યું છે. સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીમાં ગઈકાલની તુલનામાં આજે ભાવ સ્થિર રહ્યા હતા.
અમદાવાદ ખાતે ખાદ્ય તેલ તથા અન્ય તેલોની જાતો મર્યાદિત પૂછપરછ, માંગ-પુરવઠામાં એકંદરે ટકેલા વલણ વચ્ચે ભાવમાં પાંખી વધઘટનું હવામાન જોવા મળતું હતું.
સીંગતેલ (નવો ડબ્બો)નો આજનો ભાવ- Groundnut Oil Prices At Ahmedabad
આ પણ વાંચો
અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2600, ઉપરમાં રૂપિયા 2650 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2400 રહ્યા હતા.
કપાસીયા તેલનો આજનો ભાવ - Cottonseed Oil Prices At Ahmedabad
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2250 અને ઊંચામાં રૂપિયા 2350 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2280 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2250 રહ્યો હતો.
સનફ્લાવર તેલનો આજનો ભાવ- Sunflower Oil Prices At Ahmedabad
અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150, કોપરેટ રૂપિયા 5800, સરસીયુ મોળું રૂપિયા 2470, સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા.15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા 730 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 750થી રૂપિયા 790 વચ્ચે કામકાજ ધરાવતા હતા.
