Ethanol In Petrol News:ભારતમાં પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ (Ethanol Blended Petrol-EBP)ની નીતિ અંગે સરકારે મોટો ખુલાસો કર્યો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયની માહિતી પ્રમાણે જો દેશમાં ઈથેનોલ બ્લેન્ડિંગ લાગૂ કરવામાં આવ્યું ન હોત તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળાને લીધે દિલ્હીમાં પેટ્રોલની કિંમત આશરે રૂપિયા 125 પ્રતી લીટર સુધી પહોંચી શકે તેમ હતી.
આ યોજનાથી લોકો પર આર્થિક બોજ ઓછો થયો છે અને દેશની ઊર્જા સુરક્ષાને પણ મજબૂતી મળી છે.
સરકારે કેવી રીતે બચત કરી
શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં ભારતીય ક્રુડ ઓઈલ બાસ્કેટ (Indian Crude Basket)ની કિંમત આશરે 135 ડોલર પ્રતી બેરલ પહોંચી ગઈ હતી. ત્યારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂપિયા 94.77 પ્રતિ લીટર પ્રમાણે હતા. તેને લીધે લીટરદીઠ 20 ટકા ઘરેલુ ઈથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. આ ઈથેનોલ અગાઉથી નક્કી કરાયેલ કિંમત પર ખરીદવામાં આવ્યું હતું. માટે વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલની મોંઘવારીની સંપૂર્ણ અસર પેટ્રોલની કિંમત પર આવી નહીં. જો પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ કર્યું ન હોત તો તે સમયે તેની કિંમત આશરે રૂપિયા 125 પ્રતી લીટર થઈ ગઈ હોત.
ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કયાં ફાયદા થયા
સરકારની માહિતી પ્રમાણે એથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામથી અત્યાર સુધીમાં રૂપિયા 1.97 લાખ કરોડના વિદેશી હૂંડિયામણની બચત થઈ છે. આ ઉપરાંત 316 લાખ ટનથી વધારે ક્રુડ ઓઈલની આયાતની જરૂર ઓછી થઈ છે. ભારતને ઈમ્પોર્ટેડ ઓઈલ પરના આધારનો ઓછો કરવામાં મદદ મળી છે. આ ઉપરાંત 950 લાખ મેટ્રિક ટનથી વધારે કાર્બન ડાયોક્સાઈડ (Co2) ઉત્સર્જનમાં ઘટાડો થયો છે, જેથી પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળ્યું છે. આ ઉપરાંત આ યોજનાને લીધે રૂપિયા 1.66 લાખ કરોડની ખેડૂતો અને ડિસ્ટીલરી ઈન્ડસ્ટ્રીને સીધી ચુકવણી થઈ છે.
