Fractal Analytics IPO Date: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોલ્યુશન્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે કાર્યરત કંપની ફ્રેક્ટલ એનાલિટિક્સ (Fractal Analytics) આગામી સપ્તાહે શેરબજારમાં તેનો આઈપીઓ (IPO) લાવવા જઈ રહી છે. આ IPO સબ્સ્ક્રિપ્શન માટે 9 ફેબ્રુઆરીએ ખુલશે અને 11 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ 2833.90 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખી રહી છે.
કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ 2833.90 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખી રહી છે. કંપની 1023.50 કરોડ રૂપિયાના નવા શેર જારી કરશે. હાલના શેરધારકો 1,810.40 કરોડ રૂપિયાના મૂલ્યનો તેમનો હિસ્સો વેચશે.
Fractal Analytics IPO: પ્રાઇસ બેન્ડ
Fractal Analytics IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 857-900 છે. એક એપ્લિકેશન સાથે ન્યૂનતમ લોટ સાઈઝ 16 શેર છે. રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણની રકમ 14,400 રૂપિયા છે.
Fractal Analytics IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, ફ્રેક્ટલ એનાલિટિક્સનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 857 થી રૂ. 900 સુધીના 20.00%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 1080 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
Fractal Analytics IPO: મહત્વપૂર્ણ તારીખો
ફ્રેક્ટલ એનાલિટિક્સ IPO સબ્સ્ક્રિપ્શન માટે 09 ફેબ્રુઆરીના રોજ ઓપન થશે. જેને 11 ફેબ્રુઆરી, 2026 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 12 ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 16 ફેબ્રુઆરીના રોજ થશે.
Fractal Analytics IPO: કંપનીની પ્રોફાઇલ અને વ્યવસાય
વર્ષ 2000 માં સ્થપાયેલ ફ્રેક્ટલ એનાલિટિક્સ આજે એક અગ્રણી એન્ટરપ્રાઇઝ AI કંપની તરીકે ઉભરી આવી છે. કંપની મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને ડેટા-આધારિત આંતરદૃષ્ટિ અને એન્ડ-ટુ-એન્ડ AI સોલ્યુશન્સ પૂરા પાડે છે. સપ્ટેમ્બર 2025 ના ડેટા મુજબ, કંપનીનો મુખ્ય વ્યવસાય બે સ્તરે વિભાજિત છે: પ્રથમ ફ્રેક્ટલ આલ્ફા, આ વિભાગ કંપનીના વિવિધ AI-કેન્દ્રિત વ્યવસાયોનું સંચાલન કરે છે. બીજી ફ્રેક્ટલ.આઈ, આમાં AI સેવાઓ અને ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે 'Cogentiq' પ્લેટફોર્મ દ્વારા કાર્યરત છે.
નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.
