FSSAI Actions:FSSAIએ નબળી ગુણવત્તાનું સનફ્લાવર ઓઈલ ઉત્પાદન-વેચાણ કરતી અમદાવાદની આ કંપની સામે કડક કાર્યવાહી કરી

અમદાવાદ સ્થિત AWL એગ્રી બિઝનેસ લિમિટેડ ફોર્ચ્યુન(Fortune) બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલનું વેચાણ કરે છે. અલબત કંપની પર કેટલો દંડ કરવામાં આવ્યો છે તે અંગે FSSAI દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 07 Aug 2026 05:46 PM (IST)Updated: Fri, 07 Aug 2026 05:46 PM (IST)
fssai-penalized-fortune-oil-producer-awl-agri-business-for-selling-substandard-fortified-sunflower-oil

FSSAI Actions Again AWL Agri Business:અગ્રણી ખાદ્ય ફૂડ નિયમનકર્તા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)એ નબળી ગુણવત્તાના સનફ્લાવર ખાદ્ય તેલ (Sunflower Cooking Oil)નું ઉત્પાદન કરવા અને વેચાણ કરવા બદલ અમદાવાદ સ્થિત AWL એગ્રી બિઝનેસ લિમિટેડ(AWL Agri Business Ltd)ને દંડ ફટકાર્યો છે.

અમદાવાદ સ્થિત AWL એગ્રી બિઝનેસ લિમિટેડ ફોર્ચ્યુન(Fortune) બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલનું વેચાણ કરે છે. અલબત કંપની પર કેટલો દંડ કરવામાં આવ્યો છે તે અંગે FSSAI દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક મહિનાથી FSSAI ફૂડ બિઝનેસ ઓપરેટર્સ(FBOs) અને E-commerce પ્લેટફોર્મ પર કાયદા તથા નિયમોનું ઉલ્લંઘન કરવા સામે કડક કાર્યવાહી કરી રહી છે. એનર્જી ડ્રીંક્સ તથા આલ્કોહોલિક બેવરેજીસ ઉત્પાદકો ખાદ્ય નિયમનકર્તાની રડાર હેઠળ છે.

FSSAI દ્વારા ગોવામાંથી મેળવવામાં આવેલા સેમ્પલ લેબોરેટરી ટેસ્ટીંગમાં વિટામીન ડી(Vitamin D)નું લેવલ નિર્ધારિત મર્યાદાથી ઘણુ ઓછું હોવાનું માલુમ પડતા આ કાર્યવાહી કરવામાં આવી છે.


સોશિયલ મીડિયા પર શુક્રવારે પોસ્ટ કરવામાં આવેલી માહિતીમાં FSSAIએ માહિતી આપી છે કે AWL એગ્રી બિઝનેસ લિમિટેડ સામે એક નિર્ણાયક આદેશ આપવામાં આવ્યો છે અને તેના પર દંડ લગાવવામાં આવ્યો છે.


FSSAIએ જણાવ્યું કે AWL એગ્રી બિઝનેસ લિમિટેડ(મેંગલોર) સામે નબળી ગુણવત્તા ધરાવતા ફોર્ટિફાઈડ ખાદ્ય તેલ(ફોર્ચ્યુન 'ફ્રાયોલ'રિફાઈંડ સૂર્યમુખી બીજમાંથી કાઢવામાં આવતુ તેલ)નું ઉત્પાદન અને માર્કેટીંગ માટે આદેશ આપવામાં આવ્યો છે.

FSSAIએ જણાવ્યું હતું કે એક લીટર ફોર્ચ્યુન ફ્રાયોલા રિફાઈંડ સૂર્યમુખી તેલ(સીડ) FSSAI દ્વારા તાજ ફોર્ટ અગુડા રિસોર્ટ એન્ડ સ્પા, ગોવાથી એકત્રિત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક ખાદ્ય લેબોલેટરી તપાસમાં માલુમ પડ્યું કે આ ફોર્ટિફાઈડ ફૂડ ઓઈલ ખાદ્ય સુરક્ષા ધારા 2006 અંતર્ગત નિયત માપદંડથી નબળી ગુણવત્તા હોવાનું જાહેર કરવામાં આવેલ છે. કંપનીની અપીલને ધ્યાનમાં રાખી આ નમૂનાની તપાસ રેફરલ લેબમાં કરવામાં આવી હતી.