Attack On Iran: ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ભીષણ હુમલો; Gift Niftyમાં 300 પોઇન્ટનો કડાકો, આવતીકાલે ભારતના શેરબજારમાં ભારે તબાહી નક્કી

ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ભાવ 110 ડોલર પહોચી ગયા છે. અમેરિકા,ઈઝરાયલે ઈરાનના South Pars નેચરલ ગેસ ફિલ્ડ તથા તેની સાથે સંકળાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર એરસ્ટ્રાઈક કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 18 Mar 2026 08:36 PM (IST)Updated: Wed 18 Mar 2026 08:46 PM (IST)
gift-nifty-plunges-300-points-as-attack-on-irans-south-pars-gas-field-oil-price-hits-110-dollar-710868

Attack On Iran, Gift Nifty 300 Points Crash: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવની અસર વચ્ચે શેરબજાર પર ભારે અસર જોવા મળી રહી છે. ઈરાનને દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં તેના વિશાળ સાઉથ પાર્સ (South Pars) ગેસ ફિલ્ડ તથા તેની આજુબાજુની સુવિધાઓને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

આ અહેવાલને પગલે વૈશ્વિક બજારોમાં ભારે દહેશત અને ચિંતાનો માહોલ સર્જાયો છે. તેને પગલે આ અહેવાલ લખાય છે ત્યારે Gift Niftyમાં આશરે 300 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે.વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 109 ડોલરની સપાટીએ પહોંચ્યો છે. આ તમામ સ્થિતિને જોતા આવતીકાલે ભારતીય શેરબજારમાં BSE અને NSE Niftyમાં મોટો કડાકો બોલાય તેવી પ્રબળ શક્યતા છે.

ઈરાનના વિશાળ ગેસ ફિલ્ડ પર ભીષણ હુમલો

શેરબજારોમાં ભારે મંદીની શક્યતા પાછ મધ્ય પૂર્વમાંથી આવેલા અહેવાલ છે. ઈરાનના સરકારી ટેલિવિઝન પર દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના South Pars નેચરલ ગેસ ફિલ્ડ તથા તેની સાથે સંકળાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર એરસ્ટ્રાઈક કરી છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે Asaluyeh વિસ્તારમાં રહેલા Oil અને પેટ્રોકેમિકલ સુવિધાને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો

ઊર્જા સુવિધા પર જે હુમલાના અહેવાલ સામે આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને ઓઈલની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે. બેંચમાર્ક Brend Crude આશરે 109 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે.