Gujarat Bank Holidays in December 2025 List: આજથી વર્ષ 2025 નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થઈ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી મુજબ, ડિસેમ્બર મહિનામાં તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે બેંકિંગ કામકાજ પર અસર પડશે. દેશભરમાં ભલે કુલ 18 દિવસ બેંકો બંધ રહેવાની હોય, પરંતુ ગુજરાતના બેંક ગ્રાહકો માટે કુલ 7 દિવસ રજા રહેશે. જો તમે ડિસેમ્બરમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામનું આયોજન કરી રહ્યા હોવ, તો રજાઓની આ યાદી તપાસવી હિતાવહ છે.
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં આ દિવસે બંધ રહેશે બેંકો (Gujarat Bank Holidays in December 2025)
ગુજરાતમાં નાતાલના તહેવાર અને શનિ-રવિની રજાઓ મળીને કુલ 7 દિવસ બેંકિંગ કામકાજ બંધ રહેશે. રજાઓની વિગતવાર યાદી નીચે મુજબ છે:
- 7 ડિસેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા
- 13 ડિસેમ્બર (શનિવાર): બીજો શનિવાર (બેંક હોલીડે)
- 14 ડિસેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા
- 21 ડિસેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા
- 25 ડિસેમ્બર (ગુરુવાર): નાતાલ (Christmas)
- 27 ડિસેમ્બર (શનિવાર): ચોથો શનિવાર (બેંક હોલીડે)
- 28 ડિસેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા
નોંધનીય છે કે, 25 ડિસેમ્બરે નાતાલ નિમિત્તે ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જ્યારે 27 ડિસેમ્બરે ચોથા શનિવારની રજા છે, જોકે અન્ય રાજ્યોમાં આ દિવસે ગુરુ ગોવિંદ સિંહ જયંતિની રજા પણ હોઈ શકે છે.
બેંક રજાઓ રાજ્ય પ્રમાણે જુદી હોવાની સંભાવના
RBI ની માર્ગદર્શિકા મુજબ, બેંકની રજાઓ દરેક રાજ્યમાં એકસરખી હોતી નથી. સ્થાનિક તહેવારો અને પ્રાદેશિક ઉજવણીઓને આધારે રજાઓ નક્કી કરવામાં આવે છે. તેથી, ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં બેંકની રજાઓમાં ફેરફાર હોઈ શકે છે. સચોટ માહિતી માટે ગ્રાહકો RBI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
ડિજિટલ સેવાઓ રહેશે કાર્યરત
ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે બેંક હોલીડે દરમિયાન પણ ઓનલાઇન બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI અને ATM જેવી સુવિધાઓ 24x7 ઉપલબ્ધ રહેશે, જેથી નાણાકીય વ્યવહારોમાં કોઈ અડચણ નહીં આવે.
