LIC Investment In Adani Group:સંસદનું શિયાળુ સત્ર આજથી એટલે કે સોમવારથી શરૂ થઈ ગયું છે. આ સંજોગોમાં સંસદમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ને આજે સંસદમાં આવીને જવાબ આપ્યો તથા સ્પષ્ટતા કરવામાં આવી કે LICનું અદાણી ગ્રુપમાં કેટલું રોકાણ છે?
શું LICએ તાજેતરમાં અદાણી ગ્રુપમાં રોકાણ કર્યું છે? સંસદને જણાવવામાં આવ્યું હતું કે LIC એ મે 2025 માં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા જારી કરાયેલા રૂપિયા 5,000 કરોડના સુરક્ષિત NCD માં રોકાણ કર્યું હતું. LIC એ તેની યોગ્ય તપાસ પૂર્ણ કર્યા પછી અને SOP નું પાલન કર્યા પછી આ રોકાણ કરવામાં આવ્યું હતું.
શું સરકારે LICને અદાણીમાં રોકાણ કરવા માટે નિર્દેશ આપ્યો હતો? સરકારે આ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. સરકારના જવાબ મુજબ નાણા મંત્રાલય કે નાણા વિભાગ (DFS) LIC ને રોકાણ સંબંધિત કોઈ સૂચનાઓ કે સલાહ આપતા નથી. LIC તેના રોકાણના નિર્ણયો સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે લે છે અને આ નિર્ણયો IRDAI, SEBI અને RBI દ્વારા સ્થાપિત નિયમો અનુસાર લેવામાં આવે છે.
ડ્યુ ડિલિજન્સ કોણ કરે છે? LICના રોકાણોનું ઓડિટ અનેક સ્તરે થાય છે જેમાં સમવર્તી ઓડિટર્સ (Concurrent Auditors), વૈધાનિક ઓડિટર્સ(Statutory Auditors),સિસ્ટમ ઓડિટર્સ(System Auditors) અને આંતરિક તકેદારી ટીમનો સમાવેશ થાય છે. IRDAI સમયાંતરે નિરીક્ષણ પણ કરે છે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે LICના રોકાણો પર કોઈ સીધો સરકારી નિયંત્રણ નથી.
અદાણી ગ્રુપમાં LICનું કુલ રોકાણ કેટલું છે? વર્ષ 2007 અને વર્ષ 2025ના ડેટાની સરખામણીના આધારે વર્તમાન પરિસ્થિતિ તદ્દન અલગ છે. 30 સપ્ટેમ્બર,2025 સુધીમાં અદાણી ગ્રુપમાં LICનું કુલ રોકાણ રૂપિયા 48,284.62 કરોડ (ઇક્વિટી +ડેટ) છે.