HRS Aluglaze IPO, Date, Price, GMP, Review, Latest News: એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સની ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને ઇન્સ્ટોલેશન સાથે જોડાયેલી HRS Aluglaze Ltd. પબ્લિક ઓફર મારફતે રૂ.50.92 કરોડ એકઠા કરવાની તૈયારી કરી રહી છે. આ પબ્લિક ઓફર 11 ડિસેમ્બર 2025નાં રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 15 ડિસેમ્બર 2025નાં રોજ બંધ થશે. ક્યુમ્યુલેટિવ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરની લીડ મેનેજર છે. શેર્સ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
રૂ. 50.92 કરોડની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ 53.04 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યુ છે, જેમાં 2.748 લાખ શેર્સનાં માર્કેટ માર્કર હિસ્સાનો સમાવેશ થાય છે. પબ્લિક ઓફરનાં કુલ ઇશ્યુમાં રૂ. 10ની ફેસ વેલ્યુનાં 50.29 લાખ ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 94-96 રહેશે.
હાઇલાઇટ્સ (HRS Aluglaze Ltd IPO Highlights) :
- આઇપીઓ સબ્સ્ક્રિપ્શન માટે 11 ડિસેમ્બર 2025નાં રોજ ખુલશે તથા 15 ડિસેમ્બર 2025નાં રોજ બંધ થશે; એપ્લિકેશન માટે ઓછામાં ઓછી લોટ સાઇઝ 1200 શેર્સનાં 2 લોટ એટલે કે 2400 શેર્સ તથા ત્યારબાદ 1200 શેર્સનાં ગુણાંકમાં એપ્લિકેશન ભરવાની રહેશે.
- ઓછામાં ઓછું રોકાણ પ્રતિ શેર રૂ.96 (હાયર પ્રાઇસ બેન્ડ) પ્રમાણે રૂ. 2,30,400 થશે.
- ઓફર થકી એકઠી થયેલી આવકનો ઉપયોગ ફસાડ વર્ક માટે અમદાવાદનાં રાજોડા ખાતે એસેમ્બલી અને ગ્લાસ ગ્લેઝિંગ લાઇન સ્થાપવા માટે, કાર્યકારી મૂડી જરૂરિયાતો માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે.
- H1FY26 માટે કંપનીએ કુલ રૂ. 26.35 કરોડ આવક, રૂ. 8.45 કરોડ એબિટા તથા રૂ. 4.54 કરોડ નેટ પ્રોફિટ, FY24-25 માટે કુલ આવક રૂ. 42.14 કરોડ, રૂ. 10.70 કરોડ એબિટા અને રૂ. 5.15 કરોડ નેટ પ્રોફિટ નોંધાયો હતો.
- 31 માર્ચ 2025નાં રોજ હેલ્ધી રીટર્ન રેશીયો - 34.24% આરઓઇ, 15.97% આરઓસીઇ તથા પીએટી માર્જીન 12.22%
- ક્યુમ્યુલેટિવ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરની લીડ મેનેજર છે.
આ ઇશ્યુ થકી મળેલી કુલ ચોખ્ખી આવકમાંથી રૂ.18.30 કરોડનો ઉપયોગ અમદાવાદનાં રાજોડા ખાતે એસેમ્બલી અને ગ્લાસ ગ્લેઝિંગ લાઇન સ્થાપવા માટે, રૂ.19 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડી જરૂરિયાતો માટે અને અન્ય આવકનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે. રીટેલ કેટેગરી હેઠળ કુલ 17.85 લાખ શેર્સ ઓફર કરવામાં આવશે.
વ્યક્તિગત રોકાણકારોએ ઓછામાં ઓછા 2400 શર્સની એપ્લિકેશન ભરવાની રહેશે, જેથી પ્રતિ શેર રૂ.96(હાયર પ્રાઇસ બેન્ડ)ની ઓફર પ્રમાણે ઓછામાં ઓછુ રૂ.2,30,400નું રોકાણ થશે. લોટ સાઇઝ 1200 શેર્સ છે.
2012માં સ્થાપિત, HRS Aluglaze Ltd., એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ઇન્સ્ટોલેશન સાથે જોડાયેલી છે, જેમાં બારી, બારણા, કર્ટેન વોલ્સ, ક્લેડીંગ અને ગ્લેઝિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. કંપની બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ, આર્કિટેક્ટ્સ અને ઇન્સ્ટીટ્યુશન્સને મટિરીયલ સપ્લાય તથા પ્રોક્યોરમેન્ટ સપોર્ટ સાથે ગુણવત્તાયુક્ત અને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આ ઉત્પાદન સુવિધા ગુજરાતનાં અમદાવાદનાં બાવળા તાલુકાનાં રાજોડા ગામમાં 11,176 સ્ક્વેર મીટર એરીયામાં સ્થિત છે તથા સીએનસી પ્રિસિજન મશીનરી અને પાવડર કોટીંગ સુવિધાઓથી સજ્જ છે. વર્તમાન સુવિધા સાથે જોડાઇને 13,714 સ્ક્વેર મીટર વિસ્તરણ પ્રસ્તાવિત છે. 30 સપ્ટેમ્બર 2025નાં રોજ કંપની પાસે 28 સક્રિય પ્રોજેક્ટ્સ નોંધવામાં આવ્યા છે.
નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે કંપનીએ કુલ રૂ. 26.35 કરોડ આવક, રૂ. 8.45 કરોડ એબિટા તથા રૂ. 4.54 કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 24-25 માટે વાર્ષિક કુલ આવક રૂ. 42.14 કરોડ, રૂ. 10.70 કરોડ એબિટા અને રૂ. 5.15 કરોડ નેટ પ્રોફિટ નોંધાયો હતો. 30 સપ્ટેમ્બર 2025નાં રોજ રીઝર્વ અને સરપ્લસ રૂ. 10.66 કરોડ તેમજ એસેટ રૂ. 91.16 કરોડ હતો. કંપનીએ 31 માર્ચ 2025નાં રોજ હેલ્ધી રીટર્ન્સ રેશીયો નોંધાવ્યો હતો, જેમાં 34.24% આરઓઇ, 15.97% આરઓસીઇ તથા પીએટી માર્જીન 12.22% છે.
