IMD Monsoon 2026 Weather Forecast 2026 Updates: ભારતીય હવામાન વિભાગ-IMDએ વર્ષ 2026માં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગે પોતાનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કર્યું છે અને શરૂઆતી સંકેત નબળા ચોમાસા તરફ સ્પષ્ટ સંકેત આપે છે. વિભાગની માહિતી પ્રમાણે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં કૂલ વરસાદ સામાન્ય સ્થિતિથી આશરે 92 ટકા રહેવાનો અંદાજ છે. એટલે કે ચોમાસુ સામાન્યથી નબળુ રહેશે. IMDનું અત્યારનું આ મોડેલ Error ±5% છે. માટે અંતિમ તસવીરમાં તો ગમે તે થઈ શકે છે.
અહેવાલ પ્રમાણે ભૂમધ્ય પ્રશાંત મહાસાગરમાં અત્યારે ENSO-ન્યૂટ્રલ સ્થિતિ છે, જોકે ચોમાસાની સિઝન દરમિયાન El-Nino વિકસિત થવાની દહેશત છે. એટલે કે ફેક્ટર ચોમાસાને નબળુ કરી શકે છે. બીજી બાજુ ઈન્ડિયન ઓશન ડાઈપોલ અત્યારે તો ન્યૂટ્રલ છે. પણ સિઝનના અંત સુધીમાં પોઝીટીવ IOD બનવાની શક્યતા છે. જે એકંદરે રાહત આપનાર સમાચાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દરેક વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસા (Southwest Monsoon 2026) અંગેનું પૂર્વાનુમાન દેશના અર્થતંત્ર (Indian Economy), ખેતીવાડી તથા સામાન્ય નાગરિકોના જીવન પર વ્યાપક પ્રમાણમાં અસર કરે છે. ચોમાસુ ભારતના કૃષિ અર્થતંત્રનું કરોડરજ્જુ માનવામાં આવે છે.
મે મહિનામાં ચોમાસા અંગે બીજું પૂર્વાનુમાન જાહેર થશે
હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે મે મહિનાના અંત સુધીમાં બીજા અને વિસ્તૃત પૂર્વાનુમાન જારી કરશે. તેમાં પ્રાદેશિક રીતે વરસાદ તથા જૂન મહિનાના પ્રદર્શન અપડેટ મળશે. અત્યારે તો સંકેત છે કે વર્ષ 2026 ચોમાસુ ખેતી, ગ્રામીમ માંગ અને મોંઘવારી માટે પડકારજનક રહી શકે છે.
IMD દ્વારા જાહેર કરવામાં આવનાર Long Range Forecast સંપૂર્ણ સિઝન દરમિયાન વરસાદની સ્થિતિ અંગે સંકેત આપે છે. તેનાથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વરસાદ સામાન્ય રહેશે, ઓછો રહેશે કે વધારે રહેશે. તેના આધારે આગામી રણનીતિ નક્કી કરવામાં આવે છે.
IMD Monsoon 2026 Weather Forecast 2026 Live Updates, Heavy Rain Alert:IMD અંગે પૂર્વાનુમાન
તેની અગાઉ IMD દ્વારા એવા પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે બે સતત Western Disturbances ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરી શકે છે. તેની પીક એક્ટિવિટી (Peak Activity) 3-4 એપ્રિલ તથા ત્યારબાદ 7 એપ્રિલની આજુબાજુ રહેવાની શક્યતા હતી.
