India-US Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(President Donald) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વચ્ચેની વાતચીત બાદ ભારત અને અમેરિકાએ એક મોટા વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ 25% થી ઘટાડીને 18% કરવામાં આવ્યા છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
'ટ્રુથ સોશિયલ' પર આ ઐતિહાસિક ડીલની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત બંધ કરશે અને અમેરિકા તથા વેનેઝુએલા તરફ વળશે, જે વૈશ્વિક રાજકારણ અને એનર્જી માર્કેટમાં એક મોટા પરિવર્તનરૂપ સાબિત થશે.
હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ખાસ દૂત સર્જિયો ગોરના જણાવ્યા પ્રમાણે આ વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઉચ્ચ-સ્તરીય જોડાણનો એક ભાગ માનવામાં આવે છે.
