Express Speed Post Service:રક્ષાબંધનના તહેવાર અગાઉ ભાઈ-બહેન માટે સારા સમાચાર આવ્યા છે. હવે સ્પીડ પોસ્ટ મારફતે રાખડી મોકલવી હવે વધુ સરળ બની ગયું છે અને ઝડપી બની ગયું છે.
દિલ્હી સહિત દેશના છ મહાનગરોમાં 24 કલામ અને 48 કલાકની એક્સપ્રેસ સ્પીડ પોસ્ટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેથી તહેવારો સમયે રાખડી અને જરૂરી દસ્તાવેજો અગાઉથી ઓછા સમયમાં પહોંચાડી શકાય.અત્યારે આ સર્વિસ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લુરુ અને હૈદરાબાદમાં શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ ભારતીય પોસ્ટ વિભાગે 1લી ઓગસ્ટ 2026થી જ લાગુ નવા નિયમ અંતર્ગત 500 ગ્રામ સુધીના બિન-વ્યવસાયિક રાખડી ધરાવતા પરબિડીયાં અને નાના પેકેટને ડોક્યુમેન્ટ કેટેગરીમાં સામેલ કરી છે.
500 ગ્રામ સુધીની રાખડી હવે ડોક્યુમેન્ટ
ભારતીય પોસ્ટ વિભાગે સ્પીડ પોસ્ટમાં ડોક્યુમેન્ટ અને પાર્સલની કેટેગરીઅલગ કરી છે. નવા નિયમો પ્રમાણે 500 ગ્રામ સુધીના નોન-કોમર્શિયલ રાખડીન પરબિડીયા, નાના પેકેટ અને ગ્રીટિંગ કાર્ડને ડોક્યુમેન્ટ માનવામાં આવશે. તેનાથી ગ્રાહકોને નક્કી કરવામાં સરળતા રહેશે કે તેમની પોસ્ટ કઈ કેટેગરીમાં આવશે.
કઈ વસ્તુઓને મળ્યો ડોક્યુમેન્ટનો દરજ્જો
- પાન કાર્ડ
- આધાર/ UIDAI ઓળખ કાર્ડ
- મતદાર ID
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ
- બેંક પાસબુક
- ચેકબુક
- બેંક સ્ટેટમેન્ટ
- ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ
- વીમા દસ્તાવેજો
પાર્સલમાં શું હશે?
જો તમે રાખડી સાથે કપડાં, મોબાઈલ ફોન,ઈલેક્ટ્રોનિક્સ, ભેટની વસ્તુઓ અથવા અન્ય વસ્તુઓ મોકલો છો તો તેને પાર્સલ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.
