UpdatedIST

Jio Recharge Plan: Jioનો રૂ. 895નો ધાંસુ પ્લાન, 11 મહિના સુધી અનલિમિટેડ કૉલિંગ કરો, ડેટા એક્સેસ પણ મળશે

28-28 દિવસના સર્કલમાં પ્લાન કામ કરશે. જેમાં યુઝર્સને દરેક સાઈકલમાં 50 ફ્રી SMS અને 2 GB ઈન્ટનેટ ડેટા એક્સેસ મળશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 15 Feb 2026 08:24 PM (IST)Updated: Sun 15 Feb 2026 08:24 PM (IST)
jio-rs-895-recharge-plan-get-336-days-validity-with-unlimited-calling-692613
HIGHLIGHTS
  • આ પ્લાનમાં 11 મહિના સુધી SIM કાર્ડ એક્ટિવ રહેશે

Jio Recharge Plan: રિલાયન્સ Jio પોતાના યુઝર્સની જરૂરિયાત મુજબ અનેક પ્રકારના પ્રીપેડ પ્લાન ઑફર કરતું રહે છે. Jioએ દરેક પ્રકારના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને પોતાના રિચાર્જ પ્લાન તૈયાર કર્યા છે.

એટલે ગ્રાહક વધારે ડેટાનો યુઝ કરવો હોય કે માત્ર કૉલિંગ કરવા માટે સિમ કાર્ડને લાંબા સમય સુધી એક્ટિવ રાખવા માંગતા હોય, તો તે પ્રમાણે પોતાની જરૂરિયાત હિસાબે પ્લાન પસંદ કરી શકે છે. આજે અમે આપને જે પ્લાન વિશે જણાવવા જઈ હીએ છીએ, તે સિમ કાર્ડને એક્ટિવ રાખવા માટે બેસ્ટ છે.

રૂ. 895 વાળા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને શું-શું મળશે
Jioએ પોતાના 895 રૂપિયાનો રિચાર્જ પ્લાન એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે, જેઓ ઓછા ખર્ચે લાંબા ગાળા સુધી પોતાનો નંબર ચાલુ રાખવા માંગે છે. આ પ્લાનની વેલિડિટી 336 દિવસની છે, એટલે કે 11 મહિના સુધી તમારે રિચાર્જ કરાવવાની કોઈ ઝંઝટ નહીં.

જો આ પ્લાનની પ્રતિદિન પ્રમાણે કિંમત જોઈએ તો, દરરોજના માત્ર 2.66 રૂપિયા થવા જાય છે. એટલે કે દરરોજના 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં તમારો નંબર એક્ટિવ રહેશે અને તમે કૉલિંગ, SMS અને લિમિટેડ ડેટા એક્સેસનો ફાયદો ઉઠાવી શકશો.

રૂ. 895ના આ પ્લાનમાં યુઝર્સને 336 દિવસ સુધી કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઈસ કૉલિંગ મળે છે. જેનો અર્થ એ થયો કે, તમે લોકલ અને STD કોલ કોઈ વધારાના ચાર્જ વિના કરી શકો છો. જે લોકોને વધારે ઈન્ટરનેટ ડેટાની જરૂર નથી, તેમના માટે આ પ્લાન ખૂબ જ ઉપયોગી છે.

આ પ્લાન 28-28 દિવસની સાઈકલમાં કામ કરે છે. એટલે કે યુઝર્સને દર 28 દિવસમાં 50 ફ્રી SMS આપવામાં આવે છે. આમ 336 દિવસના કુલ 12 સાઈકલ બનશે. એટલે કે આ પ્લાન અંતર્ગત યુઝર્સને 600 ફ્રી SMSની સુવિધા મળશે.

દર 28 દિવસની સાઇકલમાં 2GB ડેટા એક્સેસ મળશે
જો ડેટાની વાત કરીએ તો, Jioના આ પ્લાનમાં કુલ 24 GB ડેટા એક્સેસ મળે છે. દર 28 દિવસની સાઈકલમાં 2 GB ડેટા આપવામાં આવે છે. એટલે કે દર મહિને યુઝર્સને 2GB ઈન્ટરનેટ ડેટા વાપરવા મળશે. જે બાદ બીજા 28 દિવસ શરૂ થતાં જ નવા 2GB ડેટા મળી જશે. આ પ્લાન એવા યુઝર્સ માટે બેસ્ટ રહેશે, જેઓ માત્ર સામાન્ય સર્ફિંગ, વૉટ્સએપ ચેટ કે કોઈ-કોઈવાર વીડિયો જોવા માટે ડેટાનો ઉપયોગ કરતાં હોય.

આ પ્લાનમાં યુઝર્સને JioTV અને JioCloudનું ફ્રી એક્સેસ પણ મળે છે. Jio TV મારફતે યુઝર્સ પોતાના મોબાઈલ ફોનમાં લાઈવ ટીવી ચેનલ પણ નિહાળી શકે છે, જ્યારે Jio ક્લાઉડમાં તમને ફોટો અને ફાઈલ્સ ઑનલાઈન સેવ કરવાની સુવિધા આપવામાં આવે છે.