ITR Filing 2026: રિટર્ન ભરતા પહેલા આ નવો નિયમ જાણી લો, ખોટી માહિતી આપશો તો મુશ્કેલી વધી શકે છે

આ પ્રક્રિયા શરૂ કરતાં પહેલા તમારે આ વર્ષે નિયમો તથા ફોર્મમાં થયેલા ફેરફારો અંગે માહિતી મેળવી લેવી જરૂરી છે. જોકે, નવા ઈનકમ ટેક્સ એક્ટ 2025 1લી એપ્રિલ 2026થી લાગુ થયો હતો. જોકે નાણાકીય વર્ષ 2025-2026 માટે ITR ફાઈલિંગ ઈનકમ ટેક્સ એક્ટ 1961 અંતર્ગત હશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 24 Jun 2026 06:16 PM (IST)Updated: Wed, 24 Jun 2026 06:16 PM (IST)
know-this-new-rule-before-filing-your-return-providing-wrong-information-can-lead-to-more-problems

ITR Filing FY 2025-26: 31મી જુલાઈને લઈ હવે માંડ એક મહિનાનો સમય બાકી છે. આ સંજોગોમાં નાણાકીય વર્ષ 2025-2026 એસેસમેન્ટ વર્ષ 2026-2027 માટે આવક વેરા રિટર્ન (ITR) ભરવાની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે.

 

આ પ્રક્રિયા શરૂ કરતાં પહેલા તમારે આ વર્ષે નિયમો તથા ફોર્મમાં થયેલા ફેરફારો અંગે માહિતી મેળવી લેવી જરૂરી છે. જોકે, નવા ઈનકમ ટેક્સ એક્ટ 2025 1લી એપ્રિલ 2026થી લાગુ થયો હતો. જોકે નાણાકીય વર્ષ 2025-2026 માટે ITR ફાઈલિંગ ઈનકમ ટેક્સ એક્ટ 1961 અંતર્ગત હશે.

બીજીબાજુ નાણાકીય વર્ષ 2025-2026 એટલે કે આંકરણી વર્ષ 2026-2027 માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આ વાત ટેક્સપેયર્સ માટે આ મહત્વના ફેરફાર કરવામાં આવેલ છે. તેમાં ITR ફોર્મ્સમાં અલગ-અલગ કેટેગરી માટે નવી સમય સીમા અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ સંબંધિત વિગતવાર ખુલાસાનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે રિટર્ન દાખલ કરતાં પહેલા આ ફેરફારને સમજવું જરૂરી છે.

 

હવે સરકારે ITR-3 અને ITR-4 ફોર્મ ભરવનાર ટેક્સપેયર્સ માટે અલગ સમય સીમા નક્કી કરી છે. સામાન્ય રીતે ITR-1 અને ITR-2 ભરનાર નોન-ઓડિટ ટેક્સપેયર્સ માટે અંતિમ તારીખ 31 જુલાઈ 2026 છે, જ્યારે ITR-3 અને ITR-4 ભરનાર નોન-ઓડિટ કિસ્સામાં સમય સીમા 31 ઓગસ્ટ 2026 સુધી નિર્ધારિત કરવામાં આવી છે. આ ફેરફાર નાણા મંત્રી નિર્મલા સીતારણ દ્વારા બજેટ 2026માં કરવામાં આવેલ જાહેરાત બાદ કરવામાં આવી છે અને આ રિટર્ન ફાઈલ કરવાની વર્તમાન સિઝનથી લાગુ થશે.

 

ITR ફોર્મમાં અનેક ફેરફારો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) આકારણી વર્ષ 2026-27 માટે તમામ ITR ફોર્મ્સને સૂચિત કર્યા છે.નવા ફોર્મમાં કરવેરાને લગતા પાલનને વધુ પારદર્શક બનાવવા માટે વધારાની માહિતીની જરૂર છે. ઘણાબધા કિસ્સામાં પાત્રતા માપદંડોનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે.