LIC Bonus Share: લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન (LIC)એ તેના શેરધારકો 1:1 બોનસ ઈક્વિટી શેર આપવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે LIC દ્વારા આ પ્રકારનું સૌ પ્રથમ વખત બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. અલબત કંપનીએ બોનસ શેર ઈશ્યુ કરવાની રેકોર્ડ ડેટ બાદમાં જાહેર કરશે અને તે શેર-ધારકોની મંજૂરીને આધિન રહેશે. કંપની દ્વારા તાજેતરમાં બોનસ શેરની જાહેરાત કરી ત્યારથી સતત શેરમાં તેજી જોવા મળી રહી છે. આજે પણ શેરબજારમાં શેરની કિંમતમાં આશરે 5 ટકા તેજી જોવા મળી હતી.
LICની અધિકૃત ઈક્વિટી શેર મૂડી રૂપિયા 25,000 કરોડ છે, જ્યારે તેની ભરપાઈ થયેલી ઈક્વિટી શેર મૂડી (Paid-Up Equity Share Capital) 6,324.99 કરોડ છે. 1:1 બોનસ ઈશ્યુને પગલે પેઈડ-અપ ઈક્વિટી શેર મૂડી વધીને 12,649 કરોડ થઈ જશે. ઈન્શ્યોરન્સ ક્ષેત્રની અગ્રણી 31 ડિસેમ્બર 2025ના રોજડ 1,46,440.58 કરોડ રિઝર્વ તથા સરપ્લસ હતી તથા કંપનીએ ડિસેમ્બર 2025માં પૂરા થયેલા નવ મહિના માટે કરવેરા બાદ રૂપિયા 33,998 કરોડનો નફો નોંધાવ્યો હતો.
કંપનીના CEO અને MDR દોરાઈસ્વામીના મતે બોનસ શેર ઈશ્યુ એ LICના શેરધારકોને યોગ્ય બદલો એટલે કે Rewarding આપવાની દિશામાં મહત્વનું પગલું છે. મે,2022માં શેરબજારમાં લિસ્ટીંગ થયા બહાદ LIC સતત ડિવિડન્ડની ચુકવણી કરી રહી છે તથા સમયાંતરે શેરદીઠ ડિવિડન્ડની શેરદીઠ ચુકવણી રૂપિયા 1.50થી વધારીને શેરદીઠ રૂપિયા 12 કરી છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે LICના શેરનો ભાવ રૂપિયા 38.05 એટલે કે 4.73 ટકા વધી રૂપિયા 841.70 રહ્યો હતો.
