LIC Q1FY27 Results:LICની પ્રીમિયમની આવકમાં ઉછાળો આવતા નફો 23 ટકા વધી રૂપિયા 13492 કરોડ થયો, કમાણી કેટલી વધી તે જાણો

LIC દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યું કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ આવક વધીને રૂપિયા 2,37,848 કરોડ થઈ છે, જે વર્ષ 2025-2026ની સમાન અવધિમાં રૂપિયા 2,22,864 કરોડ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 06 Aug 2026 08:37 PM (IST)Updated: Thu, 06 Aug 2026 08:37 PM (IST)
lics-profit-increased-by-23-percent-to-rs-13492-crore-due-to-a-big-jump-in-premium-income-earnings-also-increased-to-rs-237848-crore

LIC Q1FY27 Results: દેશની સૌથી મોટી વિમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC)એ ગુરુવારે નાણાકીય વર્ષ 2026-2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1 Financial Year 2026-2027) માટેના પરિણામો જાહેર કરી દીધા છે. LICનો નફો 23 ટકા વધી રૂપિયા 13,492 કરોડ થઈ ગયો છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં કંપનીએ રૂપિયા 10,987 કરોડનો નફો નોંધાવ્યો હતો.

LICએ રૂપિયા 2,37,848 કરોડની કમાણી કરી

LIC દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યું કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ આવક વધીને રૂપિયા 2,37,848 કરોડ થઈ છે, જે વર્ષ 2025-2026ની સમાન અવધિમાં રૂપિયા 2,22,864 કરોડ હતી.

LICની પ્રીમિયમ આવકમાં ઉછાળો

પ્રથમ વર્ષના પ્રીમિયમની આવક જૂન ત્રિમાસિક ગાળામાં વધી રૂપિયા 9,217 કરોડ રહી છે, જે ગયા વર્ષના નાણાકીય વર્ષની સમાન અવધિમાં રૂપિયા 7,525 કરોડ હતી. રિન્યુએબલ પ્રીમિયમમાંથી થતી આવક વધી રૂપિયા 61,833 કરોડ થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ આ આવક રૂપિયા 59,885 કરોડ હતી. જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન સિંગલ પ્રીમિયમથી થતી આવક રૂપિયા 56,369 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2025-2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂપિયા 51,923 કરોડ હતી. તેના પરિણામ સ્વરૂપે કંપનીના ચોખ્ખા પ્રીમિયમની આવક વધી રૂપિયા 1,27,250 કરોડ થઈ, જે એક વર્ષ અગાઉ સમાન અવધીમાં રૂપિયા 1,19,200 કરોડ હતી.

LICનો કુલ ખર્ચ પણ વધ્યો છે

સમીક્ષા હેઠળની અવધી દરમિયાન કુલ ખર્ચ પણ વધી રૂપિયા 2,25,573 કરોડ થયો છે, જે ગયા વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં રૂપિયા 2,11,928 કરોડ હતી. આ દરમિયાન LIC એ ક્લેમ સેટલમેન્ટની ક્ષમતા એટલે કે સોલ્વેન્સી રેશિયો સુધરીને 2.42 ગણો થઈ ગયો છે, જે એક વર્ષ અગાઉની સમાન ત્રિમાસિક ગાળામાં 2.17 ગણો હતો.