Plug And Play Stove:તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ સોશિયલ મીડિયા પર એક એવી ઈલેક્ટ્રિક સ્ટવની તસવીર શેર કરી હતી કે જે LPG સ્ટવની માફક ફ્લેમ પેદા કરે છે. જોકે ,આ ફ્લેમ કોઈ પણ પ્રકારના નુકસાનકર્તા ગેસનું ઉત્સર્જન કરતું નથી. જેને લીધે પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે.
કેન્દ્રીય મંત્રીની આ પોસ્ટને મોટી સંખ્યામાં યુઝર્સે પસંદ કરી હતી અને યોગ્ય પ્રતિક્રિયા આપી હતી. ખાસ કરીને જ્યારે LPG સિલેન્ડરની ભારે અછત છે ત્યારે આ એક વૈકલ્પિક ઈંધણ તરીકે જોવા મળે છે.
Yesterday, an Indian company demonstrated an imported stove that uses electricity to generate flame-like burners, similar to LPG, for cooking. I was truly impressed by this innovative technology and would like to see Indian manufacturers adopt and scale it domestically.
— Pralhad Joshi (@JoshiPralhad) April 10, 2026
When… pic.twitter.com/AQaNePu9N4
'પ્લગ એન્ડ પ્લે' ઈલેક્ટ્રિક સ્ટવ શું છે?
જે પ્રકારથી ઈન્ડક્શન સ્ટવને તમે પ્લગ લગાવીને ઉપયોગ કરો છો બસ એવી જ રીતે આ નવા પ્લગ એન્ડ પ્લે સ્ટવ વીજળી એટલે કે ઈલેક્ટ્રિસિટી પર ચાલે છે. જોકે ઈન્ડક્શનથી તે બિલકુલ અલગ છે. તેમાં પ્લગ સતત સ્વિચ ઓન કરતાં જ ફ્લેમ નિકળે છે, જે બિલકુલ LPG અથવા PNG સ્ટવની જેમ જ દેખાય છે. જોકે આ ફ્લેમ કોઈ પેટ્રોલિયમ અથવા નેચરલ ગેસ વગર જ નિકળે છે, જેને લીધે તે ટેકનોલોજી અનોખું લાગે છે.
તાજેતરમાં જ પ્રધાને પોસ્ટ કરી હતી કે આ ટેકનોલોજીથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેઓ ઈચ્છે છે કે ભારતીય મેન્યુફેક્ચરર્સ તેને અપનાવે અને વ્યાપક પ્રમાણમાં નિર્માણ કરે. તેમણે વીજળીના વપરાશ ઓછો થાય તે માટે તેને સોલર પાવર સાથે જોડવાની વાત કરવામાં આવી છે,જેથી લોકો પર વીજળી બિલનો બોજ ન પડે. તે ઈલેક્ટ્રિક ચુલ્હો પ્લાઝ્મા ટેકનોલોજી પર કામ કરે છે.
'પ્લાઝ્મા ઇલેક્ટ્રિક સ્ટોવ'ટેકનોલોજી શું છે?
તે એક આગામી પેઢીનું રસોઈ ઉપકરણ છે જેને LPG કે PNG જરૂર નથી. ફક્ત સ્ટોવ પ્લગ કરો અને જ્યોત પર રસોઈ કરો. પ્લાઝ્મા ઇલેક્ટ્રિક ટેકનોલોજી હવાને આયનાઇઝ કરવા માટે ઇલેક્ટ્રિક પ્રવાહનો ઉપયોગ કરે છે જેથી અતિ-ગરમ જ્યોત બને. તે LPG અથવા PNG ગેસ બર્નર કરતાં વધુ ગરમી ઉત્પન્ન કરી શકે છે.
