અમદાવાદ, સ્ટેનલેસ સ્ટીલની સંપૂર્ણ અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ ઉત્પાદક મંગલમ્ વર્લ્ડવાઇડ લિમિટેડ (MWL)એ 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક ₹316.85 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹279.41 કરોડની કુલ આવકની સરખામણીમાં વાર્ષિક ધોરણે 13.40 ટકા વધારે હતી. સમીક્ષાના આ ગાળામાં MWLનો ચોખ્ખો નફો કે કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) ₹12.02 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹10.13 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં વાર્ષિક ધોરણે 18.71 ટકા વધારે હતો. એડસ્જટેડ EBITDA ₹29.72 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹19.72 કરોડની સરખામણીમેં વાર્ષિક ધોરણે 50.74 ટકા વધારે હતી.
સમીક્ષાના ત્રિમાસિક ગાળા દરમિયાન MWLએ પોતાની સ્થાપિત ઉત્પાદન ક્ષમતાઓ પર કામગીરી જાળવી રાખી હતી, જેમાં પોતાની ઉત્પાદનની વિવિધ ઑફર અને ગ્રાહકની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા સતત ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જ્યારે કંપનીએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટેનલેસ સ્ટીલની ડિલીવરી કરવાની કટિબદ્ધતા જાળવી રાખી હતી, ત્યારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારોમાં એની કામગીરી મજબૂત કરી છે.
કંપની મુખ્ય એન્ડ-યુઝ ક્ષેત્રોમાં વિવિધ તકો જોઈ રહી છે, જેમાં ઑટોમોટિવ, એન્જિનીયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રો સામેલ છે, જેમાં કંપની ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનો માટેની સતત માગ પૂરી પાડે છે. વિવિધતાસભર ઉત્પાદન પોર્ટફોલિયો સાથે MWL આ ક્ષેત્રોમાં ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવાની સારી સ્થિતિમાં છે તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારોમાં એની કામગીરી મજબૂત કરી રહી છે.
મુખ્ય નાણાકીય કામગીરી (સંગઠિત ધોરણે) :
- ચોખ્ખો નફો / કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT): ₹12.02 કરોડ, વાર્ષિક ધોરણે 18.71%નો વધારો, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹10.13 કરોડ હતો
- કુલ આવક : ₹316.85 કરોડ, વાર્ષિક ધોરણે 13.40%નો વધારો, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹279.41 કરોડ હતી
- એડજસ્ટેડ EBITDA : ₹29.72 કરોડ, વાર્ષિક ધોરણે 50.74%નો વધારો, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹19.72 કરોડ હતી
કંપનીની કામગીરી પર મંગલમ્ વર્લ્ડવાઇડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રગુપ્ત પ્રકાશ મંગલે કહ્યું હતું કે :“નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સતત પ્રગતિ કરી છે, જે અમે અમારી વૃદ્ધિની વ્યૂહરચનાનો અમલ કરવામાં કરી છે અને ભવિષ્ય માટે મજબૂત પાયો નાંખ્યો છે. કંપનીએ તાજેતરમાં 10.4 MWનો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો છે, જે અમારી 1.2 MW રુફટોપ સોલર ક્ષમતામાં વધારો છે અને હવે અમારી કુલ સોલર ઊર્જા ક્ષમતા વધીને 11.6 MW થઈ હતી. એનાથી અક્ષય ઊર્જા અને પર્યાવરણને અનુકૂળ કામગીરીઓ પર અમારું ધ્યાન વધારે મજબૂત થયું છે. અમે મૂલ્ય સંવર્ધિત સ્ટેનલેસ સ્ટીલ સેગમેન્ટમાં અમારી કામગીરી વધારવા ધ્યાન કેન્દ્રીત રાખ્યું છે તથા બજારમાં અમારી પહોંચ અને અમારી સ્પર્ધાત્મક સ્થિતિ મજબૂત કરવા સક્ષમ બનાવે એવી તકો ઝડપી રહ્યાં છીએ.”
