મુંબઈ, MSME ધિરાણમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતી MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એના હિસાબ ન થયેલા કે અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત આજે કરી હતી.
સતત 125 ત્રિમાસિક ગાળા સાતત્યપૂર્ણ નાણાકીય કામગીરી એ કંપનીના મજબૂત ફંડામેન્ટલનો પુરાવો છે, જે સતત ત્રણ દાયકાથી વધુને વધુ સારાં પરિણામો આપે છે.
મુખ્ય કામગીરીઓ
આ પણ વાંચો
- -30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે MAS ફાઇનાન્શિયલ સર્વિસીસની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ₹ 16122.75 કરોડ અને ચોખ્ખો નફો કે કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) ₹ 110.15 કરોડ હતો, જે 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે અનુક્રમે ₹ 13298.50 કરોડ અને ₹ 86.59 કરોડ હતો. સંગઠિત ધોરણે વહેંચણી ₹ 4532.76 કરોડ હતી, જેમાં જ્યાં ધિરાણની પહોંચ ઓછી હતી ત્યાં વધારો કર્યો હતો.
- -અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સમીક્ષાના ત્રિમાસિક ગાળામાં AUMમાં 21 ટકાની અને ચોખ્ખા નફા કે કરવેરાની ચુકવણી પછીના નફા (PAT)માં 27 ટકાનો વધારો થયો હતો.
- મુખ્ય કામગીરી – MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (સ્વતંત્ર ધોરણે)
30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે MAS ફાઇનાન્શિયલ સર્વિસીસની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ₹ 15146.73 કરોડ અને ચોખ્ખો નફો કે કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) ₹ 104.60 કરોડ હતો, જે 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે અનુક્રમે ₹ 12504.60 કરોડ અને ₹ 83.90 કરોડ હતો. 31 માર્ચ, 2026ના રોજ AUM ₹ 14363.67 કરોડ હતી. 31 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન સ્વતંત્ર ધોરણે વહેંચણી ₹ 4461.55 કરોડ હતી.
- -અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સંબંધિત ત્રિમાસિક ગાળામાં AUMમાં 21 ટકાની વૃદ્ધિ અને ચોખ્ખા નફામાં 25 ટકાની વૃદ્ધિ.
- -30 જૂન, 2026ના રોજ મૂડીપૂર્તતા રેશિયો (ટિઅર 2 મૂડી સહિત) 23.25 ટકા પર અતિ મજબૂત જળવાઈ રહ્યો હતો. ટિઅર-1 મૂડી 21.94 ટકા હતી.
- -પોર્ટફોલિયોની ગુણવત્તા એયુએમના ગ્રોસ સ્ટેજ 3 એસેટ 2.58% પર તથા નેટ સ્ટેજ 3 એસેટ 1.70% પર સ્થિર અને મજબૂત રહી હતી, જે 31 માર્ચ, 2026ના રોજ એયુએમના ગ્રોસ સ્ટેજ 3 એસેટ 2.57% પર તથા નેટ સ્ટેજ 3 એસેટ 1.70% હતી.
- -કંપનીએ 30 જૂન, 2026ના રોજ મેનેજમેન્ટ ખર્ચનું ₹ 17.60 કરોડનું વહન ચાલુ રાખ્યું હતું, જે ઓન-બુક એસેટનો 0.14 ટકા હતું.
| (₹ કરોડમાં) | ||||
| વિગત | નાણાકીય વર્ષ 2026-27નો પ્રથમ ત્રિમાસિક ગાળો | નાણાકીય વર્ષ 2025-26નો પ્રથમ ત્રિમાસિક ગાળો | વાર્ષિક ધોરણે | નાણાકીય વર્ષ 2025-26 |
| એસેટ અંડર મેનેજમેન્ટ | 15146.73 | 12504.6 | 21.13%↑ | 14363.67 |
| કુલ આવક | 530.32 | 442.89 | 19.74%↑ | 1900.33 |
| કરવેરાની ચુકવણી અગાઉનો નફો * | 140.25 | 112.43 | 24.74%↑ | 493.07 |
| ચોખ્ખો નફો * | 104.6 | 83.9 | 24.67%↑ | 366.81 |
નોંધ: નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નવી શ્રમ આચારસંહિતાની જોગવાઈના ₹ 4.24 કરોડની વન-ટાઇમ અસરને બાદ કરતા. નાણાકીય વર્ષ 2025-26 માટે ચોખ્ખો નફો (PAT) ₹ 363.65 કરોડ હતો (જેમાં નવી શ્રમ સંહિતાની જોગવાઈની વન-ટાઇમ અસર સામેલ છે)
આ દરેક કેટેગરીમાં અંડરલાઇંગ એસેટને દર્શાવે છે. 30 જૂન, 2026 સુધી કુલ અંડરલાઇંગ એસેટનો 32.96 ટકા હિસ્સો જુદી જુદી NBFCs મારફતે છે.
જ્યારે કંપનીની વાર્ષિક AUM વૃદ્ધિમાં MSME સેગમેન્ટનું પ્રદાન અંદાજે 80 ટકા રહ્યું છે, ત્યારે અન્ય ઉત્પાદનોએ પણ એમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.
મુખ્ય કામગીરી – MAS રુરલ હાઉસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડ (સ્વતંત્ર ધોરણે)
MAS રુરલ હાઉસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એસેટ્સ અંડર મેનેજમેન્ટ ₹ 976.02 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો કે ચોખ્ખો નફો ₹ 4.27 કરોડ કર્યો હતો, જે 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં અનુક્રમે ₹ 730.90 કરોડ અને ₹ 2.76 કરોડ હતો.
-અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સંબંધિત ત્રિમાસિક ગાળામાં AUMમાં 23 ટકાની વૃદ્ધિ અને ચોખ્ખા નફામાં 55 ટકાની વૃદ્ધિ.
-30 જૂન, 2026ના રોજ મૂડીપૂર્તતા રેશિયો (ટિઅર 2 મૂડી સહિત) 37.96 ટકા પર અતિ મજબૂત જળવાઈ રહ્યો હતો. ટિઅર-1 મૂડી 35.00 ટકા હતી.
-પોર્ટફોલિયોની ગુણવત્તા એયુએમના ગ્રોસ સ્ટેજ 3 એસેટ 0.98% પર તથા નેટ સ્ટેજ 3 એસેટ 0.68% પર સ્થિર અને મજબૂત રહી હતી, જે 31 માર્ચ, 2026ના રોજ એયુએમના ગ્રોસ સ્ટેજ 3 એસેટ 0.98% પર તથા નેટ સ્ટેજ 3 એસેટ 0.68% હતી.
-કંપનીએ 30 જૂન, 2026ના રોજ મેનેજમેન્ટ ખર્ચનું ₹ 3.69 કરોડનું વહન ચાલુ રાખ્યું હતું, જે ઓન-બુક એસેટનો 0.52 ટકા હતું.
| (₹ કરોડમાં) | |||
| વિગત | નાણાકીય વર્ષ 2026-27નો પ્રથમ ત્રિમાસિક ગાળો | નાણાકીય વર્ષ 2025-26નો પ્રથમ ત્રિમાસિક ગાળો | નાણાકીય વર્ષ 2025-26 |
| એસેટ્સ અંડર મેનેજમેન્ટ | 976.02 | 793.9 | 940.19 |
| કુલ આવક | 29.85 | 23 | 101.92 |
| કરવેરાની ચુકવણી અગાઉનો નફો* | 5.7 | 3.53 | 16.85 |
| ચોખ્ખો નફો* | 4.27 | 2.76 | 12.9 |
નોંધ: નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નવી શ્રમ આચારસંહિતાની જોગવાઈના ₹ 0.58 કરોડની વન-ટાઇમ અસરને બાદ કરતા. નાણાકીય વર્ષ 2025-26 માટે ચોખ્ખો નફો (PAT) ₹12.46 કરોડ હતો (જેમાં નવી શ્રમ સંહિતાની જોગવાઈની વન-ટાઇમ અસર સામેલ છે)
“ટીમ MASનું માનવું છે કે, સતત અને સ્થિરતા સાથે આગળ વધવું જ લક્ષ્ય સુધી પહોંચવાની સૌથી ઝડપી રીત છે. આ જ વિચાર સાથે ટીમે આ ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત વૃદ્ધિ હાંસલ કરી છે. સંગઠિત આધારે કંપનીની AUMમાં 20 ટકાની અને ચોખ્ખા નફા (PAT)માં 27 ટકાની વૃદ્ધિ એનો પુરાવો છે. આપણે રિસ્ક મેનેજમેન્ટ અને નફાને પ્રાથમિકતા આપીને 20થી 25 ટકાની વૃદ્ધિ હાંસલ કરવા કટિબદ્ધ છીએ.”
નોંધ: નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નવી શ્રમ આચારસંહિતાની જોગવાઈના ₹ 4.24 કરોડની વન-ટાઇમ અસરને બાદ કરતા. નાણાકીય વર્ષ 2025-26 માટે ચોખ્ખો નફો (PAT)₹363.65 કરોડ હતો (જેમાં નવી શ્રમ સંહિતાની જોગવાઈની વન-ટાઇમ અસર સામેલ છે)
