Meesho IPO GMP Today: ભારતીય ઈ-કોમર્સ માર્કેટમાં ધૂમ મચાવ્યા પછી મીશો કંપની હવે શેર બજારમાં ધૂમ મચાવવા જઈ રહી છે. આઈપીઓમાં પૈસા લગાવવાનો આજે છેલ્લો દિવસ છે. મીશો કંપનીના આઈપીઓની સાઈઝ 4,250 કરોડ છે. જાણો કેટલું રોકાણ કરવું, શેરની પ્રાઈઝ શું છે અને હાલ કેટલું જીએમપી ચાલી રહ્યું છે.
Meesho IPO Details
મીશો કંપનીના આઈપીમાં 3 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. 8 ડિસેમ્બરના રોજ એલોટમેન્ટ જાહેર થઈ જશે. 9 ડિસેમ્બરના રોજ શેર તમારા ડિમેટ ખાતામાં જોવા મળશે અને જો આઈપીઓ નહિ લાગે તો રુપિયા 9 ડિસેમ્બરના રોજ તમારા ખાતામાં રિફંડ આવી જશે. આઈપીઓ BSE અને NSE પર 10 ડિસેમ્બરના રોજ લિસ્ટ થશે.
Meesho IPO GMP
મીશો કંપનીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 53 રુપિયા બતાવી રહ્યું છે. 111 રુપિયાનો શેર 164 પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે રોકાણકારોને 45 ટકા આસપાસ રિટર્ન મળી શકે છે.
આ પણ વાંચો
જ્યારે એમેઝોન અને ફ્લિપકાર્ટ મેટ્રો શહેરોમાં મજબૂત છે, ત્યારે મીશોએ ભારતના ટાયર 2, ટાયર 3 અને નાના શહેરોમાં તેના મૂળિયા સ્થાપિત કર્યા છે. 210 મિલિયનથી વધુ વાર્ષિક વ્યવહાર વપરાશકર્તાઓ સાથે તેના 80% થી વધુ ઓર્ડર નાના શહેરોમાંથી આવે છે.
Meesho IPO Share Details
મીશો કંપનીના આઈપીઓમાં રોકાણ કરવા માટે તમારે એક લોટ માટે 14,985 રુપિયાનું રોકાણ કરવું પડશે. એક શેર દીઠ પ્રાઈઝ બેન્ડ 105 થી 111 નક્કી કરવામાં આવી છે. જેમાં એક લોટમાં 135 શેર માટે બોલી લગાવી શકશો. વધુમાં વધુ 2,030 શેર એટલે કે 14 લોટ માટે રોકાણ કરી શકાય છે. જે માટે કુલ 2,09,090 ચુકવવા પડશે.
