Oracle job cuts: ન કોઈ ચેતવણી, ન કોઈ મીટિંગ…બસ એક મેઈલમાં Oracleએ 30,000 કર્મચારીની નોકરી છીનવી લીધી, IT સેક્ટરમાં મચ્યો હડકંપ

અહેવાલો પ્રમાણે ભારત અને મેક્સિકો જેવા દેશો સહિત કંપનીના કોમ્પ્યુટિંગ વ્યવસાયના વિવિધ વિભાગોમાં છટણી કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 01 Apr 2026 03:54 PM (IST)Updated: Wed 01 Apr 2026 03:54 PM (IST)
oracle-sacked-30000-employees-in-one-email-creating-a-stir-in-the-it-sector-719583

Oracle News: ટેકનોલોજી સેક્ટરની અગ્રણી કંપની Oracleમાં મોટા પ્રમાણમાં છટણીના અહેવાલમાં સમગ્ર વિશ્વમાં તેના કર્મચારીઓને ભારે ઝાટકો લાગ્યો છે. અહેવાલ પ્રમાણે કંપનીએ આશરે 30,000 કર્મચારીઓને નોકરીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે.

ભારે આશ્ચર્યની વાત એ છે કે કર્મચારીઓને વહેલી સવરે 5 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે ઓચિંતા જ મેઈલ મોકલીને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે તે અંગા માહિતી આપવામાં આવી હતી. અલબત તેમને અગાઉ આ અંગે કોઈ ખાસ માહિતી આપવામાં આવી ન હતી.

પ્રાથમિક માહિતી પ્રમાણે આ છટણીની સૌથી વધારે અસર ભારતમાં જોવા મળી છે. એવું કહેવામાં આવે છે કે ભારતમાં આશરે 12000 કર્મચારીની નોકરી ગઈ છે. જે કૂલ વર્કફોર્સનો ઘણો મોટો હિસ્સો છે. જોકે, કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે આ આંકડાની પૃષ્ટી કરી નથી.

કર્મચારીઓએ શું કહ્યું?
ઘણા કર્મચારીઓએ પૂર્વ સૂચના કે મીટિંગ વિના સીધા ઇમેઇલ દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાની જાણ કરી છે. કેટલાકે સોશિયલ મીડિયા પર લખ્યું કે 20 વર્ષની સેવા છતાં તેમને અચાનક તેમની સેવા સમાપ્ત કરતો ઇમેઇલ મળ્યો હતો. કેટલાક કર્મચારીઓએ એમ પણ કહ્યું કે ઇમેઇલ પ્રાપ્ત થયા પછી તેમની સિસ્ટમ ઍક્સેસ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.

અહેવાલો પ્રમાણે ભારત અને મેક્સિકો જેવા દેશો સહિત કંપનીના કોમ્પ્યુટિંગ વ્યવસાયના વિવિધ વિભાગોમાં છટણી કરવામાં આવી છે. કંપનીએ એક આંતરિક સંદેશમાં જણાવ્યું હતું કે સંગઠનાત્મક ફેરફારો ચાલી રહ્યા છે અને કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે ચોક્કસ હોદ્દાઓ દૂર કરવા જરૂરી બની ગયા છે.

છટણીની સાથે કંપનીએ કેટલાક કર્મચારીઓને સેવરેન્સ પેકેજ પણ ઓફર કર્યું છે. આમાં દરેક વર્ષની સેવા માટે 15 દિવસનો પગાર, એક મહિનાનો નોટિસ પગાર, રજા એન્કેશમેન્ટ અને અન્ય લાભોનો સમાવેશ થાય છે. જો કે આ પેકેજ ફક્ત સ્વેચ્છાએ રાજીનામું આપનારા કર્મચારીઓને જ ઉપલબ્ધ રહેશે.