Park Medi World Limited IPO: પાર્ક મેડી વર્લ્ડ લિમિટેડનું રૂપિયા 920 કરોડનું જાહેર ભરણું 10મી ડિસેમ્બરે ખુલશે, શેરદીઠ રૂપિયા 154-162 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી

આ ઓફર માટે પ્રાઈઝ બેન્ડ ઈક્વિટી શેરદીઠ રૂપિયા 154-162 નક્કી કરવામાં આવ્યું છે. રોકાણકારો ઓછામાં ઓછા 92 ઈક્વિટી શેરો તથા ત્યારબાદ 92 ઈક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 08 Dec 2025 11:34 PM (IST)Updated: Mon 08 Dec 2025 11:34 PM (IST)
park-medi-world-limited-rs-920-crore-initial-public-offering-to-open-on-december-10-2025-651964

Park Medi World Limited IPO:હોસ્પિટલ સેક્ટરની અગ્રણી કંપની પાર્ક મેડી વર્લ્ડ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું(IPO) આગામી 10મી ડિસેમ્બર 2025થી 12 ડિસેમ્બર 2025 દરમિયાન ખુલ્લુ રહેશે. જ્યારે એન્કર ઇ્વેસ્ટર માટે આ જાહેર ભરણું 9મી ડિસેમ્બર 2025ના રોજ એક દિવસ માટે ખુલ્લુ રહેશે.

કંપનીએ તેની આ ઓફર માટે પ્રાઈઝ બેન્ડ ઈક્વિટી શેરદીઠ રૂપિયા 154-162 નક્કી કરવામાં આવ્યું છે. રોકાણકારો ઓછામાં ઓછા 92 ઈક્વિટી શેરો તથા ત્યારબાદ 92 ઈક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરી શકે છે. કંપનીનું જાહેર ભરણું રૂપયા 920 કરોડના જાહેર ભરણામાં પ્રમોટર દ્વારા તેમના શેરહોલ્ડિંગ રૂપિયા 150 કરોડ સુધીની ઓફર ફોર સેલ ધરાવે છે. જ્યારે રૂપિયા 770 કરોડના ફ્રેશ ઈશ્યુને રજૂ કરવામાં આવેલ છે.

નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, સીએલએસએ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ અને ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ અથવા બીઆરએલએમ છે.

કંપની આ જાહેર ભરણા મારફતે એકત્રિત કરવામાં આવનાર ભંડોળ પૈકી કંપની તથા તેની પેટાકંપનીઓના બાકી દેવાની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી કરવા, નવી હોસ્પિટલના વિકાસ માટે મૂડી ભંડોળની જરૂરિયાત પૂરી કરવા તથા આવશ્યક ઈક્વિપમેન્ટ્સની ખરીદી માટે ઉપયોગ કરવામાં આવશે.

કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે તેમના ઈક્વિટી શેરોનું લિસ્ટીંગ કરાવવા માટેની યોજના ધરાવે છે.