8th Pay Commission:8માં પગાર પંચને લાગૂ કરવાની પ્રક્રિયા હવે અત્યંત મહત્વના તબક્કામાં પહોંચી ગઈ છે, પગાર પંચે કર્મચારીઓ અને પેન્શનર્સ સાથે સંકળાયેલ વિવિધ માંગોને લઈ ચર્ચાઓ અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન NC-JCM દ્વારા પેન્શન અને ફેમિલી પેન્શન (Pension And Family Pension)ને લઈ અનેક મોટી મોટી માંગ રજૂ કરેલી છે.
તેમાં ફૂલ પેન્શન કોલને 67 ટકા કરવા અને ફેમિલી પેન્શનને 50 ટકા કરવાની માંગનો સમાવેશ થાય છે. જો આ માંગોને મંજૂરી મળે છે તો લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો મળી શકે છે.
8માં પગાર પંચમાં પેન્શન 67 ટકા કરવાની માંગ
NC-JCM દ્વારા માંગ કરવામાં આવી છે કે કર્મચારીઓના ફુલ પેન્શનને અંતિમ પગારના 67 ટકા કરવામાં આવે. વર્તમાન પરિસ્થિતિમાં પેન્શનની ગણતરી અલગ નિયમોના આધાર પર થાય છે. આ સંજોગોમાં 67 ટકા માંગ મંજૂર થવાના સંજોગોમાં રિટાયરમેન્ટ બાદ મળનાર પેન્શનમાં વધારો થઈ શકે છે. તેનો સીધો ફાયદો સરકારી કર્મચારીઓને મળી શકે છે. જોકે અત્યારે ફક્ત કર્મચારી સંગઠનની માંગ છે અને અંતિમ નિર્ણય સરકારે કરવાનો છે.
ફેમિલી પેન્શનને 50 ટકા કરવાની માંગ
NC-JCM એ ફેમિલી પેન્શનને પણ વધારવાની માંગ કરી છે. સંગઠન ઈચ્છે છે કે કર્મચારીઓના મૃત્યુ બાદ તેમના પરિવારોને મળનારું ફેમિલી પેન્શન વધારીને 50 ટકા કરવામાં આવે. તેનો ફાયદો સરકારી કર્મચારીના પરિવારો તથા આશ્રિતોને મળી શકે છે. સંગઠનના વધેલા ફેમિલી પેન્શનની અવધિને પણ 70 વર્ષ સુધી વધારવાની માંગ કરી છે.
8માં પગાર પંચમાં હવે આગળ શું હશે
8માં પગાર પંચનો કાર્યકાળ 18 મહિનાનો છે અને તેની શરૂઆત 3 નવેમ્બર 2025ના રોજ થઈ હતી. પંચે કર્મચારીઓ અને પેન્શનર્સના સંગઠનો સાથે અનેક તબક્કાની વાતચીત કરી છે. આગામી મહિનાઓમાં પણ વિવિધ શહેરોમાં તેની ચર્ચા વિચારણા યથાવત જ રહેશે.
