UpdatedIST

Post Office Scheme: પોસ્ટ ઓફિસમાં રૂપિયા એક લાખ જમા કરાવો અને મેળવો રૂપિયા 44,995 ફિક્સ્ડ વ્યાજ, સરકાર તરફથી સુરક્ષાની પણ મળે છે ગેરન્ટી

પોસ્ટ ઓફિસમાં એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને 5 વર્ષની વધુ મુદતની ફિક્સ્ડ ડિપોઝીટ પર વધારે વ્યાજ ચુકવવામાં આવે છે. TD એટલે કે ટાઈમ ડિપોઝીટ નામથી ખુલી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 14 Feb 2026 04:11 PM (IST)Updated: Sat 14 Feb 2026 04:11 PM (IST)
deposit-rs-1-lakh-in-this-post-office-scheme-get-rs-44995-fixed-interest-691921

Post Office Saving Scheme: ભારતીય પોસ્ટ ઓફિસે બચત ખાતા પર વધારે વળતર આપવાની બાબતમાં અગ્રણી બેન્કોને પણ પાછળ છોડી દીધી છે. જ્યા એક બાજુ ભારતીય રિઝર્વ બેન્ક-RBI દ્વારા રેપો રેટ ઘટાડ્યાં બાદ મોટાભાગની બેન્કો તેમની FD સ્કીમ પર વ્યાજ દરોને ઘટાડી રહી છે. ત્યારે બીજી બાજુ પોસ્ટ ઓફિસની ફિસ્ક્ડ ડિપોઝીટ-FD સ્કીમ પર અગાઉની જેમ જ ઊંચુ વ્યાજ મળે છે.

આજે આપણે પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે વાત કરશું કે જે ફક્ત રૂપિયા 1 લાખની રકમ જમા કરવા પર રૂપિયા 44,995નું ફિક્સ્ડ વ્યાજ આપી શકે છે.

પોસ્ટ ઓફિસમાં મળે છે 7.5 ટકા સુધીનું બમ્પર વ્યાજ
પોસ્ટ ઓફિસમાં એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને 5 વર્ષની વધુ મુદતની ફિક્સ્ડ ડિપોઝીટ પર વધારે વ્યાજ ચુકવવામાં આવે છે. TD એટલે કે ટાઈમ ડિપોઝીટ નામથી ખાલી ખુલી શકે છે. પોસ્ટ ઓફિસનું TD ખાતું બિલકુલ બેન્કોની FD ખાતાની માફક જ હોય છે. જેના પર મેચ્યોરિટી પર ફિક્સ્ડ વ્યાજ સાથે પૂરા પૈસા પરત કરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની બચત યોજનાની સારી વાત એ છે કે તે સીધા કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. જેથી સરકારની ગેરન્ટી ઉપરાંત વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસ 1 વર્ષની ટર્મ ડીપોઝીટ પર 6.9 ટકા, 2 વર્ષની ટર્મ ડીપોઝીટ પર 7 ટકા, 3 વર્ષની ટર્મ ડીપોઝીટ પર 7.1 ટકા અને 5 વર્ષની ટર્મ ડીપોઝટ પર 7.5 ટકા વ્યાજ આપે છે.

રૂપિયા 1 લાખ જમા પરવા પર મળે છે રૂપિયા 44,995 વ્યાજ
જો તમે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની TD સ્કીમમાં રૂપિયા 1,00,00 જમા કરાવો છો તો તમને મેચ્યોરિટી સમયે કૂલ રૂપિયા 1,44,995 વ્યાજ મળે છે. જેમાં રૂપિયા 44,995 ફિક્સ્ડ વ્યાજનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં દેશમાં કોઈ જ બેન્ક 5 વર્ષની FD સ્કીમ પર 7.5 ટકા વ્યાજ આપી રહી નથી.

જોકે તમારે એ બાબત અંગે વિશેષ ધ્યાન રાખવાનું છે કે પોસ્ટ ઓફિસની TD સ્કીમમાં તમામ વર્ગના ગ્રાહકોને સમકક્ષ વ્યાજ મળે છે. જ્યારે બેન્કોમાં સિનિયર સિટીઝનને સામાન્ય નાગરિકોની તુલનામાં 0.50 ટકા વધારે વ્યાજ મળે છે.