CIBIL Score Impact:શું બેંક અકાઉન્ટ બંધ કરવાથી CIBIL Score ઘટી જાય છે? બેન્કિંગ સાથે સંકળાયેલો આ નિયમ જાણો

ઘણા લોકો માને છે કે બેંક અકાઉન્ટ બંધ કરવાથી CIBIL Score ઘટે છે, પરંતુ વાસ્તવમાં તેની કોઈ અસર થતી નથી. CIBIL Score મુખ્યત્વે લોન અને ક્રેડિટ કાર્ડની ચુકવણીના ઇતિહાસ પર આધાર રાખે છે, જ્યારે ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તે ઘટી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 05 Aug 2026 09:20 PM (IST)Updated: Wed, 05 Aug 2026 09:20 PM (IST)
does-closing-a-bank-account-reduce-cibil-score-know-this-rule-related-to-banking

CIBIL Score Impact:ક્રેડિટ કાર્ડ બંધ કરવાના સંજોગોમાં CIBIL Scoreને અસર થતી હોય છે આ અંગે સૌ કોઈ વાકેફ છે પણ કેટલાક લોકોને એવું લાગે છે કે Credit Cardની માફક જ બેંક અકાઉન્ટ પણ બંધના સંજોગોમાં CIBIL Score ઓછો થાય છે.જો તમે પણ આવું જ માનતા હોય તો આ માહિતી ખાસ તમારા માટે છે.તો ચાલો જાણીએ કે બેંક અકાઉન્ટ બંધ કરવાથી CIBIL Score પર શું અસર થાય છે. 

જો તમે તમારા બેંક અકાઉન્ટને બંધ કરો છો તો તેની અસર CIBIL Score પર કોઈ જ અસર થતી નથી. કારણ કે Credit Score મુખ્યત્વે તમારી લોન, Credit Card તથા તેને લગતી ચુકવણી સાથે સંકળાયેલ ક્રેડિટ ઈતિહાસ પર આધાર ધરાવે છે. એટલે કે તમે જે બેંક અકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યા હોય તેની સાથે કોઈ જ લેવા-દેવા હોતો નથી.


હકીકતમાં કોઈ પણ યુઝર્સનો ક્રેડિટ સ્કોર તેમના ક્રેડિટ હિસ્ટ્રી એટલે કે Credit History સાથે સંબંધ હોય છે. એટલે કે અગાઉ કેટલું ઋણ એકત્રિત કરવામાં આવતું હતું, તેનો EMI સમય ચુકવણી કરી હતી કે નહીં, ક્રેડિટ કાર્ડની ચુકવણી કેવી રહી છે અને તમે કેટલું દેવું ધરાવો છો. જ્યારે સેવિંગ અકાઉન્ટ (Saving Account)માં પૈસા જમા કરવા, ઉપાડવા અથવા તો કોઈ બેંક અકાઉન્ટને બંધ કરવા તે ક્રેડિટ હિસ્ટ્રીનો કોઈ ભાગ હોતો નથી.

છેવટે CIBIL Scoreને કઈ-કઈ બાબત અસર કરે છે?

  • જો તમે Loan લઈને યોગ્ય સમયે તેની EMI ભરેલી નથી તો તમારો CIBIL Score ઘટી શકે છે.
  • જો તમે તમામ EMI યોગ્ય સમય પર ચુકવી દીધેલ નથી તો તમારો CIBIL Score વધી જશે.
  • Credit Cardની લિમિટની તુલનામાં કેટલા ક્રેડિટનો ઉપયોગ કર્યો છે તેને લગતા સિબિલ સ્કોર પર અસર થાય છે.

જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરો તો શું થશે?

ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારી ક્રેડિટ પ્રોફાઇલ પર સીધી અસર પડે છે. તેને પરિણામે તમારો CIBIL સ્કોર ઘટે છે.ધારો કે તમારી પાસે બહુવિધ ક્રેડિટ કાર્ડ છે અને તેમાંથી એક બંધ કરો છો. કાર્ડ બંધ કર્યા પછી તમારી કુલ ઉપલબ્ધ ક્રેડિટ લિમિટ ઘટશે.જો તમારી પાસે અન્ય કાર્ડ પર અગાઉનું દેવું હોય તો તમારા કુલ ક્રેડિટ ઉપયોગ વધી શકે છે.આ તમારી Credit Profile પર અસર કરી શકે છે.